Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોના મૃત્તકોમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય મોખરે

 નવી દિલ્હી, તા. : દેશમાં ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં ,૬૪૨ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્યમાં ,૮૪૯ લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ ગુજરાતમાં ,૧૯૦, દિલ્હીમાં ૭૦૮, મધ્યપ્રદેશમાં ૩૮૪, પશ્ચિમ બંગાળમાં ૩૬૬, ઉત્તરપ્રદેશમાં ૨૫૭, તામિલનાડુમાં ૨૩૨, રાજસ્થાનમાં ૨૧૮, તેલંગાણામાં ૧૧૩ અને આંધ્રપ્રદેશમાં ૭૩ લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી થતાં મૃત્યુમાં હવે સાવ છેવાડાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સામેલ થઈ ચૂક્યા છે. મંત્રાલયની વેબસાઈટ પર જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાં ૩૬, આસામમાં અને મેઘાલય અને લડાખમાં એક એક દર્દીના મોત થયા છે. વેબસાઈટ પર જણાવ્યા મુજબ કોરોના વાયરસના મૃત્તકોમાં ૭૦ ટકા એવા લોકો છે, જે પહેલાંથી અન્ય કેટલીક ગંભીર બિમારીઓનો સામનો કરી રહ્યા હતા.

 

(12:00 am IST)