Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ વિરુદ્ધ કોર્ટ કેસ : દેખાવકારો ઉપર પોલીસ દમનનો આરોપ

વોશિંગટન : અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડનું પોલીસ દમણથી મોટ થતા તેનો વિરોધ કરવા વ્હાઇટ હાઉસ બહાર દેખાવો કરવા ગયેલા લોકો ઉપર પોલીસ દમન બદલ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર કોર્ટ કેસ કરાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ  વ્હાઈટ હાઉસની સામે પ્રદર્શન કરી રહેલાં દેખાવકારો પર સુરક્ષાદળોએ ટિયર ગેસના ગોળા અને સ્મોક બોંબ ફેંક્યા હતા. ત્યારબાદ ટ્રમ્પની ખૂબ ટીકા થઈ રહી છે. ગત સોમવારે ટ્રમ્પ વ્હાઇટની હાઉસની પાસે એક ચર્ચની સામે બાઇબલની સાથે ફોંટો ખેચવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ‘બ્લેક લાઇવ્ઝ મેટર પ્રદર્શન’માં સામેલ કેટલાક દેખાવકારો એકત્ર થઈ ગયા હતા, જેમણે ત્યાંથી હટાવવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા, રબર બુલેટ્સથી ટાર્ગેટ કર્યા અને ત્યારબાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યૂનિયન અને અન્ય સૂમહોએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ટોપના અધિકારીઓએ પ્રદર્શનકારીઓ અને બ્લેક લાઈવ્ઝ મેટરના અભિયાન કર્તાઓના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે. આ યુનિયને વધુમાં કહ્યું કે પોલીસે દેખાવકારોની ભીડ પર એક સામૂહિક રીતે અચાનક હુમલો કર્યો અને આ દરમિયાન તેમના પર કેમિકલ છાંટવા, રબ બુલેટ્સ અને સાઉન્ડ કેનન જેવા સાધનોનો ઉપયોગ કર્યો હતો.
વિરોધ પ્રદર્શન કરતા યુનિયનના લીગલ ડાયરેક્ટર સ્કોટ મિશેલમેને કહ્યું કે, કારણ કે રાષ્ટ્રપતિ દેખાવકારોનો વિચારથી અસહતમ છે, એવામાં તેમની વિરુદ્ધ ક્રિમિનલ પગલાં લેવા જરુરી છે કે આ અમારા બંધારણનો કેટલો મોટો ભંગ છે. ટ્રમ્પ આ દરમિયાન લફાએત પાર્કની સામે આવેલા જોહન્સ એપીસ્કોપલ ચર્ચની પાસે ફોટો પડાવી રહ્યા હતા. આ ચર્ચ વોશિંગ્ટનમાં પ્રદર્શનોનું કેન્દ્ર રહ્યું છે. આ ચર્ચ પર દેખાવકારોએ ગત રાત્રે ગ્રાફિટી વગેરે બનાવ્યું હતું, ત્યારબાદ ટ્રમ્પે બાઈબલની સાથે ફોટો ખેંચાવ્યો અને કહ્યું કે એ હિંસાને રોકવા માટે એ હજારોની સંખ્યામાં આર્મી ઉતારશે. અત્રે ઉલ્લેખનીય છે કે 25 મેના રોજ મિનેસોટાના મિનિયાપોલિસ શહેરમાં આફ્રિકી-અમેરિકી વ્યક્તિ જોર્જ ફ્લોયડની પોલીસે બર્બરતાપૂર્વક હત્યા કરી દીધી હતી, ત્યારબાદ અમેરિકામાં રંગભેદ અને અશ્વેત સમુદાય પર પોલીસના દમન વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

(10:33 am IST)