Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમેરિકાના જ્યોર્જિયામાં પ્લેન ક્રેશ : પાઇલોટ તથા અંદર બેઠેલા એક જ પરિવારના 4 વ્યક્તિઓ સહીત પાંચના મૃત્યુ

જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયામાં પ્લેન ક્રેશ થવાથી પાઇલોટ તથા અંદર બેઠેલા એક જ પરિવારના 4 વ્યક્તિઓ સહીત પાંચેના મૃત્યુ થયા છે.પ્રાપ્ત વિગત મુજબ આ જેટ પ્લેનમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા જે એક અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઇન્ડિયાના જઇ રહ્યા હતા. જેટ પ્લેન જોર્જિયાના ગ્રામીણ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. મીડિયા રિપોર્ટ મુજબ દુર્ધટનામાં પ્લેનમાં સવાર તમામ વ્યક્તિઓના મોત થયા છે.
           ફે઼ડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કહેવા મુજબ જેટ પ્લેન એ ફ્લોરિડાથી ન્યૂકેસલ, ઇન્ડિયાના માટે ઉડાન ભરી હતી. એક ગ્રામીણની માહિતી મુજબ ઉડાન ભરેલુ પ્લેન આગની જ્વાળાઓમાં લપેટાયેલુ હતું. આ ઘટના બપોરના સમયે દક્ષિણ-પૂર્વ એટલાન્ટાથી 161 કિમીના અંતરે એક ગ્રામીણ વિસ્તારમાં બની હતી.
ગ્રામીણના જણાવ્યા મુજબ આગ લાગેલુ પ્લેન ગણતરીની ક્ષણોમાં જ વિસફોટનું શિકાર બન્યુ. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ઘટના પાછળ તપાસના આદેશ આપ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:00 pm IST)