Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ચીનના પ્રેસિડન્ટ જિનપિંગની લોકપ્રિયતામાં ઓટ : અમેરિકામાં ચાઇનીસ માલ ઉપર ટેક્સ વધવાથી અને ભારત આત્મનિર્ભર બનવા જઈ રહ્યું હોવાથી નિકાસમાં 20 ટકા જેટલો ઘટાડો : ઉદ્યોગોને બેકારીનો ભરડો : ભારત સાથેનો સીમા વિવાદ મોંઘો પડશે

બેજિંગઃ : ચીનમાં કોરોના વાઇરસનો કહેર ઘટ્યા પછી ઉદ્યોગો શરૂ થઇ ચુક્યા છે.પરંતુ માલની ખપત ઓછી થઇ જવાથી અનેક ઉદ્યોગોના કર્મચારીઓ બેકાર થવા લાગ્યા છે.વિદેશી કંપનીઓ પણ ભારત તરફ વળવા લાગી છે.આ સંજોગોમાં લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા પ્રેસિડન્ટ જિનપિંગે ભારત સાથે સીમા વિવાદ છેડ્યો છે.પરંતુ અમેરિકા સાથેની ભારતની દોસ્તી તેમજ કોરોનાના વ્યાપ માટે ચીનને જવાબદાર ગણતા અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પએ ચાઇનીસ માલ ઉપર ટેક્સ વધારી દીધો છે.તથા ભારતના વડાપ્રધાન શ્રી મોદીએ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરતા ચીનમાંથી ભારત નિકાસ થતા માલમાં પણ ઘટાડો નોંધાયો છે.
આમ અમેરિકા અને ભારત મળી ચીનનો 20 ટકા માલ ખરીદતા હતા તેમાં ઓટ આવતા લોકો બેકાર બનવા લાગતાં પ્રેસિડન્ટ પ્રત્યે લોકોમાં રોષ વધવા લાગ્યો છે.તથા તેમની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:17 am IST)