Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પત્નીના અેટીઅેમ કાર્ડથી પતિને પૈસા નહીં મળેઃ અેસબીઆઇનો પરિપત્ર

બેંગ્લુરૂઃ પત્નીના નામે રહેલા અેટીઅેમ કાર્ડમાંથી હવે પતિઓ પૈસા ઉપાડી નહીં શકે. કેમ કે આ બાબતે અેસબીઆઇ દ્વારા ખાસ પરિપત્ર જારી કરાયો છે. આ અંગેની વિગતો મુજબ બેંગ્લોરની એક મહિલાઅે પોતાના પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવા મોકલ્યો હતો. એટીએમમાંથી ઉપાડેલા 25000 રૂપિયા પરત મેળવવા માટે કોર્ટમાં 3 વર્ષ સુધી કેસ લડ્યા બાદ પણ મહિલાને હાથ માત્ર નિરાશા જ લાગી. કોર્ટે એસબીઆઈના નિયમ પિન શેર થયો, કેસ ખતમને માનતાં બેંકના પક્ષમાં ફેસલો આપ્યો છે.

સાડા ચાર વર્ષ જૂના આ કેસમાં મરાઠાહલ્લી વિસ્તારની રહેવાસી વંદના નામની મહિલાએ 14 નવેમ્બર 2013ના રોજ પોતાના પતિ રાજેશને એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડવા માટે મોકલ્યો હતો. એ સમયે કેટલાક દિવસો પહેલે જ બાળકને જન્મ આપનાર વંદના મેટર્નિટી લીવ પર હતી. પૈસા ઉપાડવા માટે પતિએ લોકલ એટીએમમાં કાર્ડ સ્વાઈપ કર્યું, જ્યાં તેમને પૈસા તો ન મળ્યા પણ એટીએમમાંથી પૈસા ઉપડ્યાની પર્ચી નીકળી હતી..

એટીએમમાંથી પૈસા ન નીકળતાં રાજેશે એસબીઆઈના કોલ સેન્ટર પર કોલ કરી આખી ઘટનાની જાણકારી આપી. 24 કલાક બાદ પણ પૈસા રિફન્ડ ન થવા પર તેઓ એસબીઆઈની બ્રાન્ચમાં ગયા અને ફરિયાદ નોંધાવી. પરંતુ તેઓને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે કેટલાક દિવસ બાદ એસબીઆઈએ એમ કહીને કેસ બંધ કરી દીધો ક ટ્રાન્ઝેક્શન યોગ્ય હતું અને ગ્રાહકને પૈસા મળી ગયા.

બાદમાં રાજેશે એટીએમમાં લાગેલા સીસીટીવી ફુટેજ મેળવ્યા, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે મશીનમાંથી પૈસા નીકળ્યા જ નથી. ત્યારે બેંકની તપાસ સમિતિએ એમ કહીને પીડિતની માંગ નકારી દીધી કે વંદના એટીએમમાં નથી દેખાતી અને એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ (રાજેશ) પૈસા ઉપાડતો જોવા મળી રહ્યો છે. બેંકે સ્પષ્ટ પણે કહી દીધું કે એટીએમ પિન શેર થયો એટલે કેસ બંધ.

જેને પગલે પીડિતોએ 21 ઓક્ટોબર 2014ના રોજ ગ્રાહક સુરક્ષાનો દરવાજો ખખડાવ્યો. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેણે બાળકને જન્મ આપ્યો હતો અને ઘરેથી બહાર જવાની હાલતમાં ન હતી. આ કારણે એમના પતિને પૈસા ઉપાડવા એટીએમ મોકલ્યા હતા. એટીએમથી પૈસા તો નથી નીકળ્યા, પરંતુ ટ્રાન્ઝેક્શન થવાની પર્ચી નીકળી હતી.

કોર્ટમાં આ કેસ સાડા ત્રણ વર્ષ સુધી ચાલ્યો. પીડિતે 25000 રૂપિયા પરત કરવાની માગણી કરી. પરંતુ બેંકે પોતાના નિયમોનો હવાલો આપતા કહ્યું કે પિન નંબર શેર થવો નિયમોનું ઉલ્લંઘન છે. 29 મે 2018ના રોજ આપેલા પોતાના ફેસલામાં કોર્ટે બેંકની વાતને યોગ્ય માની અને કહ્યું કે ખુદ જઈ શકે તેવી હાલતમાં ન હોવા પર વંદનાએ સેલ્ફ ચેક કે પછી અધિકાર પત્ર આપીને પતિને પૈસા ઉપાડવા મોકલવો જોઈતો હતો. સાથે જ કોર્ટે આ કેસ બંધ કરી દીધો.

(6:09 pm IST)
  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST

  • રાજકોટનાં નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવા માટે મ્યુનીસીપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તા. 15મીએ સવારે ૧૧ વાગ્યે મળશે : સાથે જુદી-જુદી ૧૫ કમિટીઓના સભ્યોની પણ નિમણુક કરાશે access_time 11:58 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST