Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દિલ્હીમાં પ્રિ- મોનસુન એકટીવીટી શરૃઃ ૧૫મીથી જોર પકડશેઃ શનિ- રવિ હળવો વરસાદ

રાજધાનીમાં હાલ ગરમી- બફારો યથાવતઃ ૬૨ ટકા સુધી ભેજઃ ચોમાસુ ૭'દિ વહેલુ બેસી જશે

નવી દિલ્હી,તા.૭: પ્રી- મોનસુન વરસાદ જલ્દી જ ગરમીથી છુટકારો અપાવશે. રાજધાની દિલ્હીમાં પણ જોરદાર વરસશે. પ્રિ- મોનસુન વરસાદ તા.૯- ૧૦ આસપાસ શરૂ થઈ જશે. શની- રવિ હળવો વરસાદ પડશે. ત્યાર બાદ ૧૫મીથી જોરદાર વરસવાનું શરૂ કરશે. આંધી અને વરસાદ દરરોજનો ક્રમ બની જશે. લૂ અને બફારાથી દિલ્હીવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ બફારો જ પ્રિ- મોનસુન વરસાદને સમયથી વહેલો લાવશે. સ્કાઈમેટે પહેલા જ દાવો કરેલ કે દિલ્હીમાં આ વખતે ચોમાસુ એક અઠવાડીયુ વહેલુ આવશે.

હાલ દિલ્હીમાં લઘુત્તમ અને ગુરૂત્તમ તાપમાન વચ્ચેનું અંતર પણ જડપથી ઘટી રહ્યું છે. ગુરૂત્તમ તાપમાન ૪૧ ડિગ્રી હતુ. જયારે લઘુત્તમ તાપમાન ૩૧ ડિગ્રી રહ્યુ હતું. દિવસ- રાતના તાપમાનમાં ફકત ૧૦ ડિગ્રીનું અંતર જ રહ્યું છે. જેના લીધે લોકોને દિવસ ઉપરાંત રાત્રીના પણ ગરમીનો સામાનો કરવો પડી રહ્યો છે. જયારે ભેજનું પ્રમાણ ૩૯ થી ૬૨ ટકા સુધી છે. જે ખુબ જ વધુ છે. આના કારણે લોકોનો પરસેવો સુકાતો નથી અને જલ્દી થાકનો અનુભવ કરે છે.

દિલ્હીમાં મંગળવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી જયારે ૩૧ ડિગ્રી ઉપર પહોચ્યું હતુ. બુધવારે પણ ગુરૂત્તમ તાપમાન અને લુઘતમ તાપમાન ૩૧ ડિગ્રી આસપાસ રહેલ.

સ્કાઈમેટના જણાવ્યા અનુસાર દિલ્હી- એનસીઆરમાં થોડા દિવસો સુધી બફારા સાથે ગરમીનો સામનો કરવો પડશે. દિલ્હીમાં પૂર્વીય ભેજ વાળો પવન ફૂંકાઈ રહ્યો છે. ૧૦ જુન બાદ પ્રી- મોનસુન ગતિવિધીઓ ઝડપી બનશે. તેના પછી ત્રણ- ચાર દિવસ સુધી દિલ્હી અને આસપાસના શહેરોમાં ગાજવીજ સાથે વાદળો બંધાશે અને કેટલીક જગ્યાઓએ વરસાદ પડશે. ૧૫ જુનથી પ્રિ- મોનસુન વરસાદ વધુ જોર પકડે તેવી શકયતા છે.(૩૦.૩)

(11:40 am IST)