Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કરદાતાના ધનનો ઉપયોગ રાષ્ટ્રપતિ ભવનમાં કોઈપણ ધાર્મિક પર્વને મનાવવા કરાશે નહીં

રાષ્ટ્રપતિએ રાજ્યપાલોને પણ ખાનગી વાતચીતમાં શક્ય હોય તો રાજભવનમાં પણ પાલન કરવા સલાહ આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં 25 જુલાઇ 2017થી હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ તેમણે આ આદેશ આપ્યો હતો કે કોઇપણ ધર્મના પર્વ પર રાષ્ટ્રપતિ દેશવાસિઓને પોતાની શુભકામનાઓ આપશે, પરંતુ કર દાતાના ધનનો ઉપયોગ રાષ્ટ્રપતિ ભવનમાં કોઇપણ દર્મના પર્વને મનાવવા કે આયોજન માટે કરવામાં આવશે નહીં. પરંતુ આને જાહેર હવે કરવામાં આવ્યું છે. 

  રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો અનુસાર તેનું પાલન ત્યારથી થઈ રહ્યું છે. પરંતુ રાજકીય સૂત્રો પ્રમાણે રાષ્ટ્રપતિએ મંગળવારે રાજ્યપાલોના સંમેલન દરમિયાન ખાનગી વાતચીતમાં કેટલાક રાજ્યપાલો સાથે આ વાત રજૂ કરી. આ સાથે રાજ્યપાલોને પણ સલાહ આપી કે સંભવ હોય તો રાજ્યોના રાજભવનમાં આનું પાલન થવું જોઈએ. આ જાણકારી આપનારા સૂત્રએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ કહ્યું કે જનતાના કરના પૈસાનો ઉપયોગ માત્ર સરકારી અને જનતા સાથે જોડાયેલા કાર્યક્રમમાં થવો જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદના આ નિર્ણયનું રાજ્યપાલોએ સ્વાગત કર્યું અને તેમની સાથે સહમતિ વ્યક્ત કરી. 

 પૂર્વમાં રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે પણ પોતાના કાર્યકાળ દરમિયાન ઇફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 2002થી 2007 સુધી રાષ્ટ્રરતિ ભવનમાં ઇફ્તાર પાર્ટી આપવામાં આવી ન હતી.

(12:00 am IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST