Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

એક દેશ,એક ચૂંટણીનું સ્વાગત :લોકસભાની સાથે યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે અમે તૈયાર ; અખિલેશ યાદવ

લોકો ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી પરેશાન

 

લખનૌ :સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે.જો ચૂંટણી પંચ 2019ની લોકસભા ચૂંટણી સાથે સાથે યુપીમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન પણ કરાવવા માંગતી હોય તો તેમની પાર્ટી પહેલનું સ્વાગત કરશે અને પાર્ટીનાં કાર્યકર્તાઓ તેનાં માટે તૈયાર છે.

 કેરાના અને નૂરપુર પેટાચૂંટણીમાં જીતનારા ઉમેદવાર સાથે મુલાકાત બાદ અખિલેશે સપાનાં પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોઇ પેટા ચૂંટણી નહોતી. જે સીટો પર પેટાચૂંટણી થઇ છે તેના પરથી સ્પષ્ટ છે કે લોકો ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી પરેશાન છે.

  અખિલેશ કૈરાનાં પેટાચૂંટણીમાંવિજયી સાંસદ તબસ્સુમ અને નૂરપુરમાંથી જીતેલા નઇમુલ હસનને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, કૈરાના અને નુરપુર પેટાચૂંટણી ખુબ મહત્વપુર્ણ હતી. તેમાં જનતા, ખેડૂત અને ગરીબોનાં નિર્ણયમાં સામાજિકતા, એકતા અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે. ખેડૂત જે હાલની સરકારથી સૌથી વધારે પરેશાન છે, તેણે સંગઠીત થઇને ભાજપને જવાબ આપ્યો. હવે સત્તામાં બેઠેલા લોકોને વિચારવાનું છે કે ખેડૂત અને ગરીબોનું જીવન કેટલું સારુ થયું

(12:00 am IST)