Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગાઝીયાબાદનો ગૂમ વિદ્યાર્થી બેહોશ હાલતમાં જંગલમાંથીમળ્યો :ISISનાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યાં

ગાઝીયાબાદની લોની બોર્ડર નજીકથી ગુમ થયેલો વિદ્યાર્થી ટ્રોનિક સિટી નજીકનાં જંગલોમાંથી મળી આવ્યો હતો ગાઝીયાબાદનાં લોની બોર્ડર વિસ્તારમાં ગુમ બીસીએ વિદ્યાર્થીને ટ્રોનિકા સિટીની નજીકનાં જંગલોમાં બાંધીને ફેંકી દેવાયા હતા. જેને પરિવારજનો અને પોલીસે ત્યાં બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. જે અંગે ISIS લખેલું છે. તેના પર કેટલાક અન્ય શંકાસ્પદ શબ્દો પણ લખેલા હતા. જેમાં પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કરેલો છે.

ઘાયલ હાલતમાં બીસીએનાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગાઝીયાબાદની લોની બોર્ડર વિસ્તારમાં સોમવારે રાત્રે બીસીએનો એક વિદ્યાર્થી ગુમ થઇ ગઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર તેને કેટલાક અજાણ્યા લોકો ઉઠાવીને લઇ ગયા હતા. બીસીએનાં વિદ્યાર્થી મિંટુએ જો કે ત્યાર બાદ તેની સાથે શું થયું તે અંગે કોઇ માહિતી નહી હોવાનું જણાવ્યું હતું. પોલીસને તે મંગળવારે ટ્રોનિકા સિટી નજીકનાં જંગલમાંથી મળી આવ્યો હતો.

(12:00 am IST)