Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પિતાએ પીએમ, સીએમ અને ભગવાન રામ વિરુદ્ધ પોસ્ટ મુકતા ગ્રામજનોમાં રોષ :પુત્રએ કરી પોલીસમાં ફરિયાદ

નવી દિલ્હી:આજકાલ સોશ્યલ મીડિયામાં લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ,કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે અનેક અભદ્ર પોસ્ટ્સ લખાતી રહે છે.તેવામાં પિતાની એક પોસ્ટથી પુત્રે ગુસ્સામાં આવીને પોતાના પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે .

 નોએડાના સેક્ટર-93માં આવેલા ગેઝા ગામમાં એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી પીએમ-સીએમ અને ભગવાન શ્રીરામ વિશે અભદ્ર પોસ્ટ કરી.હતી ગામના લોકોને જ્યારે વાતની જાણ થઈ ત્યારે તેમણે આનો વિરોધ કર્યો. ત્યારબાદ તે શખસના પુત્રે પોલીસ સ્ટેશન જઈ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસ ઘટના બાબતે તપાસ કરી રહી છે.

  છેલ્લા કેટલાક દિવસથી આરોપી વ્યક્તિ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને ભગવાન શ્રીરામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો. ગ્રામજનોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે ફેસબુક પર પ્રકારનું કન્ટેટ મુકીને તે ગામનું વાતાવરણ ખરાબ કરી રહ્યો છે.

  ગામના લોકોનો પોતાના પિતા પ્રત્યેનો ગુસ્સો જોઈ પુત્ર ફિરોઝે પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની તપાસ સેક્ટર 6ના સાઈબર સેલને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. આરોપ સાબિત થશે તો આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે.

(12:02 am IST)