Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અરે રે.. ઈસકો દેખકર સિરિયસલી બોલને લગ ગયા, ‘ઓહ માય ગોડ’.. બહુત ફિલ્મી હો ગયા યહ તો. ફિલ્મ કી તરહ, 3 બહુત બડે એક્ટર્સ હૈ.. ડ્રામેબાઝ..: જિજ્ઞેશ મેવાણીઅે ટ્વિટ કરતા મહિલા પત્રકારે બદનક્ષીની ફરિયાદ કરી

પૂણેઃ દલિત નેતા અને અપક્ષ ધારાસભ્‍ય જિજ્ઞેશ મેવાણીઅે સોશ્યલ મીડિયામાં ટ્વિટ કરેલા ફોટાના કારણે તે વિવાદમાં ફસાઇ ગયા છે અને મહિલા પત્રકારે તેની સામે બદક્ષીની ફરિયાદ કરી છે.

તેની સામે પુણેમાં બદનક્ષી તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મેવાણી સામે આરોપ છે કે, તેમણે થોડા દિવસ પહેલા એક ટ્વીટ કરી હતી, જેમાં એક મહિલાની ફોટોશોપ કરેલી તસવીર મૂકવામાં આવી હતી.

ફરિયાદ અનુસાર, મેવાણીએ જે મહિલાનો ફોટો મૂક્યો હતો તે પુણેની ફ્રીલાન્સ કોલમિસ્ટ છે અને તસવીરમાં તે શ્રી શ્રી રવિ શંકર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે દેખાય છે. મેવાણીએ પોતાના ટ્વીટમાં તેની સરખામણી હિન્દી ફિલ્મ ઓહ માય ગોડના એક સીન સાથે કરી હતી. તેમાં લખ્યું હતું કે, અરે રે.. ઈસકો દેખકર સિરિયસલી બોલને લગ ગયા, ‘ઓહ માય ગોડ’.. બહુત ફિલ્મી હો ગયા યહ તો. ફિલ્મ કી તરહ, 3 બહુત બડે એક્ટર્સ હૈ.. ડ્રામેબાઝ..

આ ટ્વીટ પર મહિલાએ તરત જ વાંધો ઉઠાવ્યો હતો, અને જણાવ્યું હતું કે તેના ફોટો સાથે છેડછાડ કરાઈ છે. તેણે વિવારે પુણે સાબયરક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો અને મેવાણી સામે ફરિયાદ કરી હતી. મંગળવારે આ ફરિયાદ પૌડ પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ફરિયાદીનું કહેવું છે કે, મેવાણી ટ્વીટર પર 1.80 લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે અને તેમણે કરેલી ટ્વીટ કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી, જેનાથી મામલો વધુ બગડ્યો હતો. મંગળવારે આ અંગે ટ્વીટ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિ આ રીતે પોતાના બંધારણીય વિશેષાધિકારનો ઉપયોગ કોઈના પર હુમલો કરવા, માનહાનિ કરવા ન કરી શકે.

પુણે રુરલ પોલીસના આસિ. પોલીસ ઈન્સ્પેક્ટર રામક્રિશ્ન પાટીલના જણાવ્યા અનુસાર, મેવાણી સામે ફરિયાદ નોંધાઈ હોવાની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, મેવાણીએ મહિલાની જાણ બહાર તેનો ફોટો ડાઉનલોડ કર્યો, અને તેને ક્રોપ કરી ફોટોશોપ દ્વારા યુપીના રાજકારણી અને એક આધ્યાત્મિક ગુરુ સાથે મૂકી દીધો. બોલિવુડની એક ફિલ્મ સાથે સરખામણી કરતા મેવાણીએ પોતાના ટ્વીટર પર વાંધાજનક અને માનહાનિ કરે તેવી રીતે મહિલાના ફોટોગ્રાફને ટ્વીટ કર્યો છે. જિજ્ઞેશ મેવાણીઅે આ અંગે કોઈ પણ નિવેદન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

(12:00 am IST)
  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST