Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ઇમરાન ખાને પોતાને કહ્યો ગધેડો

ઇમરાન ખાને કહ્યું હતું કે, ગધેડો પટ્ટા લગાવવાથી ઝેબ્રા નથી બની જતો : તે ગધેડાનો ગધેડો જ રહે છે

ઇસ્‍લામાબાદ તા. ૭ : ઈમરાન ખાનની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ જયાં તે શાહબાઝ શરીફને કોસતો રહે છે તો બીજી તરફ તે પોતાને ગધેડો ગણાવી રહ્યો છે. ઈમરાન ખાનના ઈન્‍ટરવ્‍યુનો એક ભાગ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઈમરાન ખાન કહી રહ્યા છે - હું પણ બ્રિટિશ સોસાયટીનો એક ભાગ હતો, તેઓ મારું સ્‍વાગત કરે છે, બહુ ઓછા લોકો બ્રિટિશ સોસાયટીને આ રીતે સ્‍વીકારે છે. પણ મેં તેને ક્‍યારેય મારું ઘર માન્‍યું નથી. કારણ કે હું પાકિસ્‍તાની હતો, હું જે ઈચ્‍છું તે કરી શકું છું હું અંગ્રેજ બની શકતો નથી. આ પછી ઈમરાન ખાન કહે છે કે જો તમે ગધેડા પર પટ્ટા લગાવો તો તે ઝેબ્રા નથી બની જતો. એ ગધેડો ગધેડો જ રહે છે.
ઈમરાન ખાન ભૂતકાળમાં પણ આવા વિચિત્ર નિવેદનો આપતા રહ્યા છે. ઈમરાન ખાનને જયારે એક વખત મોંઘવારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્‍યો ત્‍યારે તેમણે કહ્યું કે તેઓ બટાકા અને ટામેટાના ભાવ જાણવા માટે રાજકારણમાં આવ્‍યા નથી. આવું જ એક અન્‍ય નિવેદન ઈમરાન ખાને આપ્‍યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે મોદી સરકાર જતા જ ભારત અને પાકિસ્‍તાનના સંબંધો સુધરશે. એક સમયે ઈમરાન ખાને પાકિસ્‍તાનમાં વધી રહેલા સેક્‍સ ક્રાઈમ માટે હોલીવુડ અને બોલિવૂડની ફિલ્‍મોને જવાબદાર ઠેરવી હતી.
નોંધનીય છે કે ગયા મહિને જ વિપક્ષોએ સાથે મળીને ઈમરાન ખાનની સરકારને નીચે ઉતારી હતી. ત્‍યારપછી ઈમરાન ખાન સરકારને તોડવા પાછળ વિદેશી દળો ખાસ કરીને અમેરિકાનો હાથ હોવાનું જણાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઈમરાન ખાન પર સરકારી તિજોરીમાંથી ગિફટની ચોરી કરીને વિદેશમાં વેચવાનો પણ આરોપ લાગ્‍યો હતો, જેના પછી એવું લાગી રહ્યું હતું કે ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે.

 

(11:17 am IST)