Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

લોન મોરેટોરિયમ ૨.૦ : વ્યકિતગત લેણદાર આ રીતે ઉઠાવે લાભ

૨૫ કરોડ સુધીની લોન લેનારને પણ કરાયા સામેલ : પ્રથમવાર મોરેટોરીયમ લીધુ તો પણ મળશે ફાયદો

નવી દિલ્હી તા. ૭ : દેશ કોરોના સંક્રમણમાં ફરી ગત વર્ષની અને કદાચ તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિમાં પ્રવેશી ગયો છે અને તે વચ્ચે કેન્દ્ર સરકારની સૂચનાથી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ બુધવારે લોન-મોરેટોરીયમ પાર્ટ-ટુ જાહેર કર્યુ છે. જેમાં ફરી એક વખત વ્યકિતગત કરદાતાથી લઈને નાના-લઘુ-મધ્યમ કદના ઉદ્યોગો જે એમએસએમઈની વ્યાખ્યામાં આવતા હોય તેઓને હપ્તા-વ્યાજમાં રાહત વગર લોન રીસ્ટ્રકચરીંગમાં બે વર્ષનો સમય મળી જશે. ગત મોરેટોરીયમમાં એક મોટા વર્ગને છ માસ સુધી લોનના હપ્તા કે અન્ય ડયુ ભરવાથી છ માસ સુધી મુકિત આપવામાં આવી હતી પણ આ નવા મોરેટોરીયમમાં તે સીધી રાહત નથી અને રૂ.૨૫ કરોડ સુધીનું કર્જ લેનારને આ નવા મોરેટોરીયમમાં સમાવી લેવાયા છે.ઙ્ગનિષ્ણાંતો કહે છે કે જેઓ પ્રથમ મોરેટોરીયમમાં લાભ લેવાનું ચૂકી ગયા છે તેઓને આ બીજા મોરેટોરીયમથી રાહત મળશે. આ માટેની પ્રક્રિયા સમજી લેવી જરૂરી છે. રીઝર્વ બેન્કની જાહેરાત મુજબ અનેક શરતો સાથે આ નવા મોરેટોરીયમનો લાભ મળશે. પ્રથમ તો આ નવા મોરેટોરીયમનો લાભ રૂ.૨૫ કરોડ સુધીનું કર્જ લેનાર માટે જ છે અને રિઝર્વ બેન્કે બાકીદારને બે વર્ષ સુધી માસીક હપ્તા નહી ભરવા સુધીની છૂટ આપવાની બેન્કોને સતા આપી છે. ખાસ સમજી લેજો. આ બેન્કોને આ સતા અપાઈ છે.

ગત મોરેટોરીયમની જેમ તમામ માટેના સ્થિતિ (હપ્તા નહી ભરવાથી) બનશે નહી. બેન્ક કેસ ટુ કેસ આ માટે બે વર્ષ કે તેથી ઓછો સમય હપ્તા નહી ભરવાની છૂટ આપશે પણ તેઓ વ્યાજ વસુલાશે. વ્યાજનું વ્યાજ પણ વસુલાશે તે નિશ્ચિત છે. બેન્કો આ છૂટ માંગનારનો ક્રેડીટ રેકોર્ડ જોશે. એટલે કે તેણે બેન્કોના હપ્તા કે વ્યાજ નિયમીત ભર્યા છે તેઓ કયાંય ડિફોલ્ટ થયા હોય તો બેન્કો આ મોરેટોરીયમનો લાભ આપવા ઈન્કાર કરી શકશે. તા.૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં જેનું ધિરાણનું ખાતુ ખુલી ગયુ હોય તેને આ લાભ મળશે અને જેઓને ૩૧ માર્ચ ૨૦૨૧ના તેનું ધિરાણ 'સ્ટાન્ડર્ડ' કેટેગરીમાં હોય તેને આ બીજા મોરેટોરીયમનો લાભ મળશે.જેઓએ આ પ્રથમ મોરેટોરીયમનો લાભ ઉઠાવ્યો છે તેઓ જો આ મોરેટોરીયમમાં છ માસના લાભ સાથે નિયમીત રહ્યા હોય તેને બે વર્ષનો હપ્તા બ્લેન્ડ પિરીયડનો લાભ મળશે. તા.૩૦ ડીસે. ૨૦૨૧ સુધીમાં આ વ્યવસ્થાનો લાભ લેવા અરજી કરવાની રહેશે.જેઓ બેન્કોના ઈએમઆઈમાં છ માસના મોરેટોરીયમ બાદ ડિફોલ્ટ ન થયા હોય તો જ લાભ મળશે. તા.૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં તમો લોન ચૂકવવામાં નિયમીત રહ્યા હોય તે જરૂરી છે.

(4:10 pm IST)