Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગુડગાવ, દહેરાદુન, કોલકતા, શ્રીનગર અને ગુવાહાટી હોટસ્પોટ શહેર બન્યાઃ સંક્રમીતોની સંખ્યામાં ભારે ઉછાળો

નવીદિલ્હીઃ કોરોનાની બીજી લહેર બેકાબુ બનતી જાય છે, સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે, દેશના આ પાંચ શહેર  ગુડગાવ, દહેરાદુન, કોલકતા, શ્રીનગર, ગુવાહાટી કોરોનાના નવા હોટસ્પોટ બની ગયા છે, અહિયાં એક અઠવાડિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તેજીથી વધારો થઈ રહ્યો છે,  પહેલા દર દસ લાખ જનસંખ્યામાં સંક્રમિતોની સંખ્યા પાંચ હજારથી પણ ઓછી હતી.

એક અઠવાડિયા પહેલા દેશના ત્રણ રાજ્યોના ૭૦ જીલ્લા જેમાં દેશના પોઝીટીવીટી રેટ સૌથી વધારે મહારાષ્ટ્રના ૨૭ જીલ્લા, છતીસગઢના ૨૨ અને કર્ણાટકના ૨૧ જીલ્લાનો સમાવેશ થઇ છે, પોઝીટીવીટી રેટ થી વધુ કેન્દ્ર સરકાર તરફથી માઈક્રો કન્ટેન્ટમેન્ટ  ઝોન બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

આસામ પહેલા ત્રિપુરા બીજા સ્થાને

હવે કોરોનાની બીજી લહેર કોઈપણ  બાકાત નથી  રહ્યા પૂર્વોતરના ૮ રાજયોમાં સંક્રમણ બાબતે આસામ પહેલા ત્રિપુરા બીજા સ્થાને અને મણીપુર ત્રીજા નંબરે પર હાલ છે, પુર્વોતરમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬ હજાર ૬૯૮ નવા કેસ સામે આવ્યા, આસામ માં હાલના વિધાનસભાની ચુંટણીઓ પચે કેસમાં તેજીથી વધારો જોવા મળી રહ્યો છે.

૫૦ ટકા કેસ બેંગલોરમાં

કર્ણાટકની રાજધાની બેંગલોરમાં કોરોના ટેસ્ટ કરવાવાળા લોકોમાં દર બે વ્યકિતએ એક વ્યકિત સંક્રમિત હોવાનું સામે આવી રહ્યું છે, રાજ્યમાં ૪૪ હજારથી વધારે કેસ સામે આવ્યા છે, તેમાં ૨૦ હજાર ૮૭૦ કેસ બેંગલોરમાંથી જ મળી આવ્યા છે.

જયપુરઃ ૨૫ ટકાનો વધારો

રાજસ્થાનની રાજધાની જયપુરની વાત કરીએ તો ૨૫ ટકા નો વધારો નોંધાયો છે, ગયા અઠવાડિયે દર ૧૦ લાખની જનસંખ્યામાં ૨૨૨૯૫ નવા કેશ સામે આવ્યા છે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ૧૧ ટકાનો વધારાની સાથે ૧૧૮૦૬ સંક્રમિત મળી આવ્યા અને રાઇપુરમાં નવા કેસ ૭ ટકાનો વધારા સાથે ૮૦૩૩ સંક્રમિત સામે આવ્યા.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં સતત નવા કેસનો વધારો થઈ રહ્યો છે, દેશમા સૌથી વધારે એકટીવ કેસ પણ મહારાષ્ટ્ર છે, તેના પછી કર્ણાટક અને કેરલ આવે છે, કેન્દ્ર સરકારે આ રાજ્યો માં વધુ ધ્યાન અને સાવચેતી લેવાના આદેશ આપ્યા છે.

(3:24 pm IST)