Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગોવા જતા પહેલા ચેતી જજોઃ રેકોર્ડ બ્રેક પોઝિટિવિટી રેટ નોંધાયો

ગોવામાં ૨૧ એપ્રિલથી ૪ મેની વચ્ચે પોઝિટિવિટી રેટ ૪૧ ટકા પહોંચી ગયો છે : દેશના અનેક રાજયોની સ્થિતિ ખરાબઃ દિલ્હી સહિત ૧૩ રાજયોમાં આ આંકડા ૨૧ ટકાથી વધારે

નવી દિલ્હી, તા.૭: દેશમાં કોરોનાના સંક્રમણ અને મોતના આંકડા બાદ વધી રહેલા પોઝિટિવીટી રેટે ચિંતા વધારી છે.  દેશમાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાંથી એક ગોવામાં ૨૧ એપ્રિલથી ૪ મેની વચ્ચે પોઝિટિવિટી રેટ ૪૧ ટકા પહોંચી ગયો છે. એટલું જ નહીં આ દરમિયાન દિલ્હી સહિત દેશોના ઓછામાં ઓછા ૧૩ રાજયોમાં આ આંકડા ૨૧ ટકાથી વધારે હતો.

અંગ્રેજી અખબરની રિપોર્ટ અનુસાર એક અઠવાડિયા(૨૧ એપ્રિલથી ૪ મે) દાખલ કરવામાં આવેલા આંકડા જણાવે છે કે ગોવાનો પોઝિટિવિટી રેટ રેકોર્ડ ૪૧ ટકા પર હતો. આ ઉપરાંત દિલ્હીમાં આ સતત વધી રહ્યા છે. આ ૮થી ૨૧ એપ્રિલની વચ્ચે રેટ ૧૯ ટકા હતો. જે ૨૧ એપ્રિલથી ૪ મે સુધી વધીને ૩૨ ટકા પર પહોંચી ગયો છે. ગત માર્ચની સરખામણી કરવામાં આવે તો ફકત એક જ રાજય હતુ જે ૭ ટકા પોઝિટિવિટી દરને પાર કર્યો હતો.

ગોવા અને દિલ્હી બાદ પશ્યિમ બંગાળ સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં ૨૧ એપ્રિલથી ૪ મેની વચ્ચે પોઝિટિવિટી રેટ ૩૦ ટકા પર છે. ત્યારે માર્ચમાં એક તરફ જયાં દેશમાં આ દર ૩-૪ ટકા પર હતો. ત્યારે ગત ૨ પખવાડામાં વધીને ૧૫ થી ૨૧ ટકા પર પહોંચી ગયો છે. ટીઓઆઈના અનુસાર આ આંકડા ટેસ્ટિંગ, ટ્રેસિંહ અને ટ્રીટમેન્ટની અછત તરફ ઈશારો કરી રહ્યા છે.

જોકે મહારાષ્ટ્રમાં ૮ થી ૧૨ એપ્રિલની વચ્ચે સંક્રમણ દર ૨૫ ટકા હતી. જે ૨૧ એપ્રિલથી ૪ મેની વચ્ચે દ્યટીને ૨૩ ટકા પર આવી ગઈ છે. ત્યારે આ દરમિયાન છત્ત્।ીસગઢમાં આંકડા ૨૯ ટકાથી ઓછા થઈને ૨૮ ટકા પર આવી ગયા છે. ત્યારે ૯ રાજયો એવા રહ્યા જયાં પોઝિટિવિટી રેટ ૧૦-૨૦ ટકા પર રહ્યો. જયારે આસામ સહિત કેટલાક ઉત્ત્।ર પૂર્વ રાજયોમાં સંક્રમણ ૫ ટકા પર રહ્યો. ઓડિશામાં ગત ૨ અઠવાડિયામાં સંક્રમણ દર વધીને ૮થી ૧૭ ટકા પર પહોંચી ગયો છે. રાજયોમાં કોરોના દર્દીની સંખ્યા વધારા સાથે નોંધાઈ રહી છે.

(11:41 am IST)