Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4,14 લાખથી વધુ કેસ નોંધાયા : અત્યાર સુધીના સર્વાધિક 3,27 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા લ: વધુ 3920 લોકોના મોત : 36,44 લાખથી વધુ એક્ટીવ કેસ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,194 નવા કેસ, કર્ણાટકમાં 49,058, કેસ, કેરળમાં 42મં 64 કેસ , ઉત્તર પ્રદેશમાં 26,622 કેસ, તામિલનાડુમાં 24,898 કેસ, આંધ્રપ્રદેશમાં 21,954 કેસ, દિલ્હીમાં 19,133 કેસ, રાજસ્થાનમાં 17,532 કેસ, પશ્ચિમ બંગાળમાં 18,431 કેસ, છત્તીસગઢમાં 13,846 કેસ, ગુજરાતમાં 12,545 કેસ,બિહારમાં 15,126 કેસ, હરિયાણામાં 14.840 કેસ, મધ્યપ્રદેશમાં 12,421 કેસ, ઓરિસ્સામાં 10,521 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 4,14,182 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3920 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.34,071 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 4,14,182 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,14,85,285 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 36,44,441એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,28,141 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.75,97,410 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,194 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 49,058,  કેસ, કેરળમાં 42મં 64 કેસ , ઉત્તર પ્રદેશમાં 26,622 કેસ, તામિલનાડુમાં 24,898 કેસ, આંધ્રપ્રદેશમાં 21,954 કેસ, દિલ્હીમાં 19,133 કેસ, રાજસ્થાનમાં 17,532 કેસ, પશ્ચિમ બંગાળમાં 18,431 કેસ, છત્તીસગઢમાં 13,846 કેસ, ગુજરાતમાં 12,545 કેસ,બિહારમાં 15,126 કેસ, હરિયાણામાં 14.840 કેસ, મધ્યપ્રદેશમાં 12,421 કેસ , ઓરિસ્સામાં 10,521 કેસ નોંધાયા છે

 

(12:51 am IST)
  • પોરબંદરમાં આજે 25 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 10:17 pm IST

  • એવા એક પણ એકાઉન્ટ whatsapp ડિલીટ કરશે નહીં ૧૫મી મે સુધીમાં whatsapp ની પ્રાઇવસી પોલિસી અપડેટનો સ્વીકાર નહીં કરનાર એક પણ એકાઉન્ટ ડીલીટ કરવામાં નહીં આવે તેવી વોટ્સએપે જાહેરાત કરી છે. access_time 8:05 pm IST

  • મહારાષ્ટ્ર, યુપી સહિત નવ રાજ્યોમાંથી ' સારા સમાચાર ' : કોરોના વાયરસના નવા કેસ ઘટ્યા : ખાસ કરીને મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ છત્તીસગઢ ,ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગણા, ઝારખંડ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં તેજી જોવા મળી હતી : પરંતુ હવે ચેપની ગતિ ઓછી થઈ હોવાના અહેવાલ access_time 7:26 pm IST