Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મધ્યપ્રદેશમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન :સીએમએ કહ્યું : આ સિવાય બીજો કોઈ રસ્તો નથી- લગ્ન ટાળો

કોવિડ-19 ના પ્રોટોકોલમાં થોડી પણ છૂટછાટ ભારે પડશે;મુખ્યમંત્રીએ લોકોને હાલ પુરતા લગ્નો ટાળી દેવાની પણ સલાહ આપી

મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. સીએમ શિવરાજસિંહ ચોહાણે કહ્યું કે બધું બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા રિવ્યુ મીટિંગ કરતા ચોહાણે કહ્યું કે કર્ફ્યુના નિયમોનું કડકાઈથી પાલન કરવાની જરુર છે. અન્યથા પરિસ્થિતિ વધારે ગંભીર બનશે

તેમણે ચેતવણી આપી કે કોવિડ-19 ના પ્રોટોકોલમાં થોડી પણ છૂટછાટ ભારે પડશે. મુખ્યમંત્રીએ લોકોને હાલ પુરતા લગ્નો ટાળી દેવાની પણ સલાહ આપી હતી.મુ્ખ્યમંત્રીએ ગામડાઓમાં કોવિડ મેનેજમેન્ટની ટીમોની રચના કરવાની પણ જાહેરાત કરી છે.

(12:00 am IST)