Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૬.૬૩ લાખ કરોડનો વધારો

કોરોનાના ડરને પાછળ છોડી જંગી રોકાણ : માત્ર એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં જંગી વધારો

મુંબઈ, તા. ૭ : શેરબજારમાં આજે ભારે અફડાતફડીના માહોલમાં પણ નવી આશા જાગી હતી. કોરોનાના ડરને પાછળ છોડીને શેરબજારે જોરદાર છલાંગ લગાવી હતી. સેંસેક્સમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં મોટી તેજી માટે કેટલાક કારણો દેખાઈ રહ્યા છે. આજે કારોબાર દરમિયાન કારોબારીઓએ જંગી નાણા મેળવી લીધા હતા. શેરબજારમાં આવેલી મોટી તેજીના લીધે રોકાણકારોની સંપત્તિમાં ૬.૬૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. કારોબારીઓ આશાવાદી દેખાયા હતા. કેટલાક કારણો તેજી માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. ભારતમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા ૧.૩ અબજ ડોલર અથવા તો ૧૦૦૦૦ કરોડ રૂપિયાના રોકાણના અહેવાલને લઇ સ્થાનિક રોકાણકારો પર તેની હકારાત્મક અસર થઇ હતી. જુદા જુદા ક્ષેત્રમાં એફપીઆઈ મૂડીરોકાણની મર્યાદાને વધારી દેવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે પેસિવફ્લો વિદેશી રોકાણમાં વધારો થયો છે. આ રાહત એવા સમયમાં સપાટી ઉપર આવી છે જ્યારે વિદેશી મૂડીરોકાણકારો ભારતીય શેરબજારમાંથી જંગી નાણાં પાછા ખેંચી રહ્યા છે.

(7:56 pm IST)