Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દુરદર્શનનો ભગોઃ ગઇકાલ રાતનો 'રામાયણ'નો એપીસોડ આજે સવારે 'રીપીટ'કર્યો!!

૧ કલાકનો હપ્તો શરૂ થયો અને પુરો પણ થઇ ગયો ત્યાં સુધી ટેકનીકલ ટીમના ધ્યાનમાં નહિ આવ્યુ હોય ? : લોકોની સવાર બગડયાનો અહેસાસ

રાજકોટઃ તા.૭, કોરોનાના મહામારીચેપીરોગથી થયેલા લોકડાઉન સમયે પ્રજાને ઘરમાં કંટાળો ન આવે તેવા હિતથી કેન્દ્ર સરકારે યાદગાર ધાર્મીક સીરીયલો ફરી દર્શાવવાના આદેશમાં આજે દુરદર્શનની ડી.ડી. નેશનલ ચેનલ ઉપર દર્શાવવામાં આવતી યાદગાર ધાર્મીક ''રામાયણ'' સીરીયલનો હપ્તો ગઇકાલે દર્શાવેલ હોય તે આજે સવારે ફરી દર્શાવતા આજના દિવસનો પ્રારંભ લોકો માટે કંટાળાજનક થયેલ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહામારી કોરોના ચેપીરોગ સામે લડવા અને ભારતને પ્રચંડ વિજય બનાવવા લોકડાઉન જાહેર કરી પ્રજાને ઘરની બહાર ન નીકળવા નમ્ર અપીલ કરતા પ્રજાજનોએ સાવચેતી પગલા રૂપી આદેશને માથે ચડાવી ઘર બહાર ન નીકળી પોતાના કામધંધાને તાળા મારી રોગ પ્રતિકાર પગલા રૂપી સમર્થનને ટેકો આપેલ છે.

આ સંદર્ભે પ્રજાજનોને ઘરમાં કંટાળો ન આવે તે માટે દર્શાવતી દુરદર્શનની ચેનલો ઉપર સરકારે રામાયણ-મહાભારત જેવી ઘણી ધાર્મીક અને લોકોને જકડી રાખતી અન્ય સીરીયલો ફટાફટ ફરી દર્શાવવા આદેશ કરતા લોકડાઉનના ૧૫ દિવસ (૨૩/૩ થી ૬/૪) સળસળાટ ચાલ્યા ગયા અને લોકડાઉનના આદેશને સંપૂર્ણ ટેકો મળેલ હતો.

જયારે આજે તા.૭ના રોજ પ્રસિધ્ધ ધાર્મીક સીરીયલ રામાયણનો હપ્તો ગઇકાલે રાત્રે દર્શાવેલ હોય તે જ હપ્તો ફરી આજે દુરદર્શન ડી-ડી નેશનલ ઉપર દર્શાવાતા લોકોની સવાર બગડેલ છે. તેવુ લોકોમાં ચર્ચાઇ રહેલ છે જે દુરદર્શનની ગંભીર ભુલ પણ કહેવાય કારણ કે કોઇ સ્ટાફને આ બાબતે ધ્યાનમાં ન આવી (ભગવતી પ્રસાદ)

(3:58 pm IST)