Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જર્મનીમાં કેમ કોરોનાનો મૃત્યુદર ઓછો છે?

કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં જર્મની ચોથા નંબરે છે. ત્યાં ૧ લાખથી પણ વધારે સંક્રમિતો છે. પણ ત્યાં મૃત્યુ દર તેના પાડોશી દેશો ઇટલી અને સ્પેન કરતા ઘણો ઓછો છે. એક કારણ એ છે કે ત્યાં ઘણા બધા કોરોના પોઝીટીવથી પિડીત લોકોમાં યુવા વર્ગ મોટો છે અને તંદુરસ્ત છે.

આ ઉપરાંત જર્મનીએ કોરોના વાયરસના ઓછા લક્ષણો અથવા લક્ષણો ન હોય તેવા લોકોના પણ ટેસ્ટ કર્યા હતા જેના કારણે ત્યાં મૃત્યુઆંક ઓછો છે. જર્મનીમાં જાહેર આરોગ્ય સેવાઓની સુવિધાઓ મફત અને તેમની પાસે ઘણા બધા આઇસીયુ બેડ છે. ઉપરાંત સરકારના સોશ્યલ ડીસ્ટન્સીંગ અંગેના દિશાનિર્દેશો પર લોકોને ભરોસો છે.

ખાસ તો જર્મનીએ વહેલાસર ટેસ્ટીંગ સારવાર ચાલુ કરી દીધી હતી જે પણ એક મુખ્ય કારણ છે કે ત્યાં કેસોની સંખ્યા મોટી છે પણ મૃત્યુદર ખૂબ ઓછો છે.

(3:40 pm IST)