Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ફિર મુસ્કુરાયેગા ઇન્ડિયા ફિર જીત જાયેગા ઇન્ડિયા

બોલીવુડ સ્ટાર્ર્સની કોરોના જંગમાં ગીત દ્વારા સંગીતમય પહેલઃ નરેન્દ્રભાઇએ પણ વખાણી

કોરોના વાયરસના જંગ સામે સંપૂર્ણ વિશ્વ જંગ લડી રહ્યું છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન, રજનીકાંત, ચિરંજીવી, પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત બોલીવૂડની ટોચની દ્યણી હસ્તીઓ સાથે મળીને  કોરોના વાયરસ માટે જાગરૂકતા ફેલાવા સાથે મળી છે.

કોરોના વાયરસની આ કટોકટીમાં આખો દેશ એક સાથે ઉભો જોવા મળે છે. તાજેતરમાં જ ફિલ્મ ઉદ્યોગના લોકોએ સાથે મળીને એક ગીત બનાવ્યું છે, જેની પ્રશંસા હવે પીએમ નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફિલ્મ ઉદ્યોગની આ સકારાત્મક પહેલની પ્રશંસા કરી છે અને તેને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટમાં ગીતની કડી શેર કરી અને લખ્યું કે, ' ફિર મુસ્કુરાયેગા ઇન્ડિયા..ફિર જીત જાયેગા ઇન્ડિયા'. ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રશંસનીય પહેલ. તમને જણાવી દઈએ કે આ ગીત દર્શકોને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ગીત થોડા કલાકોમાં ૬ લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.

ઉપરાંત કોવિડ ૧૯ પરએક શોર્ટ ફિલ્મ બનાવામા આવી છે, જેમાં  કોરોના વાયરસથી બચવા જાગરૂકતા ફેલાવામાં આવી છે. આ ટૂંકી ફિલ્મનું શિર્ષક ફેમિલિ રાખવામાં આવ્યું છે.

આ ફિલ્મને પ્રસૂન પાંડેએ દિગ્દર્શિત કરી છે, જેમાં અમિતાભ બચ્ચને પણ સહયોગ આપ્યો છે. આ ફિલ્મમાં ઘર પર રહેવા, સુરક્ષિત રહો, સ્વચ્છતા, ઘરથી કામ કરવું અને સામાજિક અંતર જાળવવું કેટલું કારગર છે તેની સમજણ આપવામાં આવશે.પ્રસૂન દ્વારા બનાવેલી આ ફિલ્મના દિગ્દર્શનમાં દરેક કલાકારોનો સહયોગ છે. આ ફિલ્મમાં કામ કરતા કલાકારોની વિચારધારા પણ એક સરખી જ છે.

(3:39 pm IST)