Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પ્રાઇવેટ ટ્રેનોમાં ફરી વખત બુકિંગ બંધ : ભારે દહેશત

યાત્રીઓ તરફથી સારો પ્રતિસાદ ન મળતા નિર્ણય : હવે આ ટ્રેનોમાં પહેલી મેના દિવસથી બુકિંગ ફરી ખોલાઇ

નવી દિલ્હી, તા. ૭: કોરોના વાયરસના વધતા કહેરની વચ્ચે લોકડાઉનની અવધિ હાલમાં લંબાવવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇને પ્રાઇવેટ ટ્રેનોમાં બુકિંગ ફરી એકવાર બંધ કરી દેવામાં આવતા લોકોમાં તર્ક વિતર્ક શરૂ થઇ ગયા છે. હવે આ ટ્રેનોમાં પહેલી મે ૨૦૨૦થી બુકિંગ ખોલી નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં પ્રાઈવેટ ટ્રેન શરૂ કરનાર કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશનના એક  વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આગામી ૧૫મી એપ્રિલથી ૩૦મી એપ્રિલ વચ્ચે પ્રાઇવેટ ટ્રેનનુ સંચાલન રદ કરવામાં આવ્યુ છે. જેથી આ ટ્રેનોમાં બુકિંગની પ્રક્રિયાને રોકી દેવામાં આવી છે. આ સંબંધમાં રેલવેને સુચના મોકલી દેવામાં આવી છે. તેમને સરળતા રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન અધિકારીએ કહ્યુ છે કે લોકડાઉન બાદની અવધિ માટે જ્યારે ટ્રેનમાં બુકિંગ ખોલવામાં આવી હતી ત્યારે રેલવેની લોકપ્રિય ટ્રેનોમાં તો બુકિંગ ખુબ થઇ છે. જો કે પ્રાઇવેટ ટ્રેનોમાં બુકિંગની પ્રક્રિયા નહીંવત સમાન રહી છે. જોવામાં આવ્યુ છે કે એક દિવસમાં ૧૫૦થી ૨૦૦ યાત્રીઓના બુકિંગ મળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇને આ નિર્ણય હાલમાં કરવામાં આવ્યો છે. આટલા ઓછા યાત્રીઓને લઇને ટ્રેન દોડાવવાની બાબત યોગ્ય દેખાતી નથી. જેથી હાલમાં એપ્રિલના અંત સુધી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. આગામી એક મેના દિવસથી હવે  બુકિંગ ખોલી દેવામાં આવી છે. જે યાત્રી ઇચ્છે છે તે આટ્રેનોમાં બુકિંગ કરાવી શકે છે. હાલમાં તો પ્રાઇવેટ ટ્રેનોમાં બુકિંગ ખુબ ઓછી મળી રહી છે. ટ્રેનોને પણ હાલમાં બંધ રાખવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. લોકડાઉનને લઇને લોકોમાં ભારે ચર્ચા છે.

(3:37 pm IST)