Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ભારતમાં ૩૦ રાજ્યોમાં કોરોના કેસ સંખ્યા વધી ૪૫૫૩ પહોંચી

મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને ૮૬૮ ઉપર પહોંચી ગઈ : કોરોનાની વિરુદ્ધ જંગ જીતી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૩૨૮ ઉપર પહોંચી ગઇ છે : લોકડાઉનની સ્થિતીની વચ્ચે તમામ પગલાઓ છતાં કેસોમાં વધારો

નવી દિલ્હી, તા.૬ : કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. લોકડાઉનની સ્થિતી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોમાં અને મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે ભારતમાં ૩૦ રાજ્યોમાં કુલ કેસોની સંખ્યા વધીને ૪૫૫૩ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો દેશમાં વધીને ૧૧૮ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા પણ વધીને હવે ૩૨૮ ઉપર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોના કેસોની સંખ્યા ઉલ્લેખનીયરીતે વધી ગઈ છે. આની સાથે જ કેસોની સંખ્યા ૮૬૮ ઉપર પહોંચી છે. આવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ કેસોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. દિલ્હી, રાજસ્થાન, તેલંગાણામાં પણ આંકડો વધ્યો છે. ભારતમાં ખતરનાક વાયરસના કારણે કેસોની સંખ્યા વધી રહી છે. કુલ ૬૫ વિદેશી દર્દીઓ પણ આ બિમારીથી ગ્રસ્ત છથે.

             રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૫૦૦થી ઉપર પહોંચી ચુકી છે. માનવામાં આવે છે કે તબલીગી જમાતના કારણે આવનાર દિવસોમાં દિલ્હીની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ શકે છે. દિલ્હીમાં કેસોની સંખ્યા વધીને ૫૦૩ ઉપર પહોંચી ગઇ છે. એકલા દિલ્હીમાં સાત મોત થયા છે. આવી જ રીતે ગુજરાતમા ંપણ કેસોની સંખ્યા વધીને ૧૩૦ સુધી પહોંચી ગઇ છે. મોતનો આંકડો ૧૧ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે.કોરોના વાયરસે ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.  જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સરેરાશ ૪૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે.

                  દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે.  ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે  કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે.   મોતના આંકડા અને કેસોની સંખ્યામાં હાલમાં વિરોધાભાસની સ્થિતી રહેલી છે. દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. . મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે રહેલી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે.

                  ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. તમિળનાડુ, તેલંગણા, કેરળમા પણ કોરોનાના કારણે કેસોની સંખ્યા અનેક ગણી વધી રહી છે. મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં પહોંચેલા લોકોના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં કેસો મળી ચુક્યા છે. હવે દેશના જુદા જુદા ભાગોમાં અહીં હાજરી આપીને પહોંચેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર આપવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીની અપીલ પર ગઇકાલે રાત્રે નવ વાગે દેશમાં દિવાળો જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ તેમના ઘરમાં લાઇટ બંધ કરીને દિપ પ્રગટાવ્યા હતા. સાથે સાથે મોબાઇલની ફ્લેશલાઇટ જલાવી હતી.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

કોરોનાએ દેશના તમામ રાજ્યોને સકંજામાં લીધા

નવીદિલ્હી,તા. ૬ : કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. લોકડાઉનની સ્થિતી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોમાં અને મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે ભારતમાં ૩૦ રાજ્યોમાં કુલ કેસોની સંખ્યા વધીને ૪૫૫૩ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો દેશમાં વધીને ૧૧૮ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૨૨૬

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૫૦૩

૦૧

ગુજરાત

૧૪૬

૦૧

હરિયાણા

૮૪

-

કર્ણાટક

૧૫૧

૦૦

કેરળ

૩૧૪

૦૮

મહારાષ્ટ્ર

૮૬૮

૦૩

ઓરિસ્સા

૨૦

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૫

૦૦

૧૧

પંજાબ

૬૮

૦૦

૧૨

રાજસ્થાન

૨૫૩

૦૨

૧૩

તેલંગાણા

૨૬૯

૧૦

૧૪

ચંદીગઢ

૧૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૧૦૬

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૨૨૭

૦૧

૧૮

ઉત્તરાખંડ

૨૬

૦૧

૧૯

બંગાળ

૮૦

૦૦

૨૦

તમિળનાડુ

૫૭૧

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૧૬૫

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૩૦

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૭

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૨૬

૦૦

 

(12:00 am IST)