Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ડ્રાઇવિંગને લઇ ભારતીયો બેદરકાર: ચાલુ વાહને પમાંથી ૩ ફોનનો ઉપયોગ કરે છે : સર્વેમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્‍હી : ડ્રાઇવિંગને લઇ ભારતીયો બેદરકાર હોવાનું બહાર આવ્‍યું છે. ચાલુ વાહને પાંચ વાહન ચાલકમાંથી ૩ વાહન ચાલકને ફોનનો ઉપયોગ કરે છે. આ અંગેનો સર્વે નિસાન મોટર ઈન્ડિયા અને Kantar IMRB મળીને કર્યો હતો.

સર્વેમાં ભારતના 20 રાજ્યોમાં ભારતીયોની ડ્રાઈવિંગ હેબિટ અંગે જાણકારી લેવામાં આવી હતી. ડ્રાઈવિંગ કરતી વખતે ઓવર સ્પીડિંગ, મોબાઈલ ફોનનો ઉપયોગ, પંક્ચુઆલિટી વગેરે જેવા ઘોરણોને આધારે સર્વે કરવામાં આવ્યો હતો. ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો વપરાશ કરવામાં ઉત્તર ભારત 62 ટકા સાથે સૌથી પહેલા છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં 52 ટકા લોકો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

4માંથી 1 ભારતીયે સ્વિકાર્યું છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી વખતે ટ્રાફિક પોલીસે તેમને દંડ ફટકાર્યો છે. ઓવર સ્પીડની વાત કરીએ તો કેરળમાં 60 ટકા લોકોએ ઓવર સ્પીડે ડ્રાઈવિંગ કરતા હોવાનું સ્વિકાર્યું છે. જ્યારે દિલ્હીમાં 51 ટકા અને પંજાબમાં 28 ટકા લોકો ઓવર સ્પીડે ડ્રાઈવિંગ કરતા હોવાનું સર્વેમાં સામે આવ્યું છેડ્રાઈવિંગ દરમિયાન ભરોસો કરવાના મામલે મોટાભાગની મહિલાઓ તેમના પતિ પર વિશ્વાસ કરતી હોવાનું સ્વિકાર્યું છે. 64 ટકા મહિલાઓ તેમના પતિના ડ્રાઈવિંગ પર સૌથી વધુ ભરોસો કરે છે. જ્યારે માત્ર 37 ટકા પુરૂષો તેમની પત્નીના ડ્રાઈવિંગ પર ભરોસો કરે છે.

(12:22 am IST)