Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સલમાનની બહેનોના ફોટા લેવા માંગતા મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે બોડીગાર્ડની ગેરવર્તણુંકઃ પોલીસે બોડીગાર્ડને કોર્ટમાં જવા ન દીધો

નવી દિલ્હી/જોધપુર: ફિલ્મ અભિનેતા સલમાન ખાનને આજે જામીન મળતા તેઓ જેલમુક્ત થયા છે. આજે જામીન અરજી ઉપર સુનાવણી દરમ્‍યાન સલમાન ખાનના બોડીગાર્ડસે મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે ગેરવર્તણુંક કરતા ભારે રોષ છવાયો છે.

 

પોતાના ભાઈની સુનાવણી માટે આવેલી બહેનો અર્પિતા ખાન અને અલવીરા થોડીવાર પહેલા સલમાનના બોડીગાર્ડ સાથે જોધપુર સેશન કોર્ટ પહોંચ્યા હતાં. પરંતુ અહીં સલમાન ખાનના એક બોડીગાર્ડે મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી. મીડિયાના કેટલાક ફોટોગ્રાફર્સ સલમાનની બહેનોના ફોટા લેવા માંગતા હતાં અને બોડીગાર્ડ શેરા તેમને બચાવીને કોર્ટમાં લઈ જઈ રહ્યો હતો. પરંતુ દરમિયાન મીડિયાને દૂર હટાવવામાં એક અન્ય બોડીગાર્ડે મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી નાખી.

જોઈને પોલીસે તરત બોડીગાર્ડને પકડીને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધો. બોડીગાર્ડને પોલીસે કોર્ટમાં જવા દીધો નથી. જ્યારે શેરા સલમાનની બંને બહેનોને  લઈને કોર્ટમાં પહોંચી ગયો.

(6:20 pm IST)