Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

તત્કાલ ટીકીટના નિયમ નથી બદલ્યાઃ ૩ કલાકથી વધુ ટ્રેન મોડી હશે તો પુરેપુરૂ રીફંડ મળશે

નવી દિલ્હી, તા. ૭ :. રેલ્વે તત્કાલ ટીકીટના નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવા જો કોઈ સમાચાર વાંચ્યા હોય તો તે બિલકુલ ખોટા છે. રેલ્વે એ કહ્યુ કે, આઈઆરસીટીસી દ્વારા ૨૦૧૫થી સમય સમય ઉપર નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં ચાર્જથી લઈને રીફંડ સુધીની બાબતો સામેલ છે. તત્કાલ ટીકીટ બુકીંગ રેલ્વે કાઉન્ટર ઉપરાંત ઈન્ટરનેટ પર આઈઆરસીટીસીની વેબસાઈટથી પણ થઈ શકે છે. એ.સી. કલાસ માટે ટીકીટનું બુકીંગ સવારે ૧૦ વાગ્યે શરૂ થાય છે. જ્યારે નોનએસી સ્લીપર કલાસ માટે ૧૧ વાગ્યે બુકીંગ શરૂ થાય છે. હમણા સુધી તત્કાલ ટીકીટ કરાવવાવાળા માટે રીફંડ મળતુ ન હતુ પરંતુ હવે રેલ્વેએ પોતાના નિયમમાં થોડો ફેરફાર કર્યો છે. તત્કાલ ટીકીટ કેન્સલ કરાવવા ઉપર ૫૦ ટકા સુધી રીફંડ મળશે. જેના માટે રેલ્વે પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમમાં બદલાવ લાવી રહી છે. ટ્રેન ૩ કલાક મોડી હશે તો પુરેપુરૂ રીફંડ મળશે.(૨-૮)

(11:51 am IST)