Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જેલ કર્મચારીઓ એક પછી એક સલમાનને મળવા દોડતા જોઈ આસારામ ભડકયા...!!

જોધપુર : અહિંની સેન્ટ્રલ જેલમાં પૂરી દેવાયેલ ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનને કાળીયાર હરણના શિકાર માટે ૫ વર્ષ જેલ સજા થયેલ. બેરક નં.૨માં રખાયેલ કેદી નં. ૧૦૫ને મળવા અને ઓટોગ્રાફ લેવા જેલ અધિકારીઓ, જેલર, સુરક્ષા કર્મીઓની સતત અવરજવર જોઈ બાજુમાં જ પુરાયેલા બળાત્કારી આસારામ ભારે નારાજ થયાનું અને હિન્દી અખબારના જણાવ્યા મુજબ તેમણે જેલ કર્મચારીઓને કહ્યુ કે મને મળવા તો કયારેય નથી આવ્યા, અને આ સેલીબ્રીટી છે એટલે તેને મળવા દોડ્યા આવો છો... જો કે ધોમધખતા તાપમાં પણ જેલ બહાર સલમાન ખાન અને આસારામનો પ્રશસંકોનો મેળાવડો જામી રહેલ છે.  ૨૦૧૫માં પણ આસારામે કહેલ કે જેલસજા પામેલ સલમાનને જામીન મળી શકે તો મને કેમ નહિં? હું તો માત્ર આરોપી છું : મને સજા પણ થઈ નથી.

(11:48 am IST)