Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

બિહારમાં ભયંકર વાવાઝોડું ૧૨ના મોતઃ ૨૫થી વધુ ઘાયલ ઓડિસામાં બરફના કરાઃ વર્ષા તાંડવ

પટણાઃ કોસી અને પૂર્વ બિહારના પૂર્ણિયા - અરરિયા જિલ્લામાં ભારે વરસાદ - વાવાઝોડાના તાંડવને લીધે છેલ્લા ૩ - ૪ દિવસમાં ૧૨ના મોત થયા છે અને ૨૫ ઘવાયા છે.

જ્યારે ઓડિસામાં પણ ૪ - ૫ દિવસથી અનેક સ્થળે દે ધનાધન વરસાદ સાથે બરફના કરા પડયાના વાવડ મળે છે.

દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે, વાદળા સાથે વરસાદી માહોલ છે. રાજસ્થાન - ગુજરાતમાં પણ અનેક સ્થળે વાદળાના હેવાલો મળે છે.

(4:21 pm IST)