Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

૩૮ વર્ષ પહેલા અટલજીએ મુંબઇમાં ભાજપની સ્‍થાપના કરતી વખતે કહ્યું હતું કે અંધારૂ દૂર થશે, સુરજ નીકળશે અને કમળ ખીલશે, જે આજે સાચુ પડી રહ્યું છેઃ અમીતભાઇ શાહનો મુંબઇમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ

મુંબઇ: આજે ભાજપનો સ્‍થાપના દિવસ છે ત્યારે ભાજપના રાષ્‍ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહે મુંબઇમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો તો બીજી તરફ સાંજે વડાપ્રધાન નરેંદ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. 

રેલીને સંબોધિત કરતાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે ભારતના લોકતંત્રના ઇતિહાસમાં ભાજપના કાર્યકર્તાઓને સૌથી વધુ બલિદાન આપવામાં આવ્યું છે. અમિત શાહે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓને પાર્ટીના અસલી માલિક ગણાવ્યા. 38 વર્ષ પહેલાં અટલ જીએ મુંબઇમાં ભાજપની સ્થાપના કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે અંધારું દૂર થશે, સૂરજ નિકળશે અને કમળ ખીલશે. આજે દેશમાં કમળ ખીલ્યું છે.

અમિત શાહે કહ્યું કે અમારી પાર્તી 10 સભ્યોથી શરૂ થઇ હતી, આજે 11 કરોડ સભ્યો છે. પહેલાં અમારી 2 લોકસભા સભ્ય હતા પરંતુ આજે પોતાના દમ પર બહુમતની સરકાર ચલાવી રહ્યાં છીએ. અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે હજુ પણ રાહુલ જી, સહ્રદ પવાર સાથે બેસે છે, રાહુલ મોદી સરકાર પાસે સાડા ચાર વર્ષનો હિસાબ માંગે છે, પરંતુ પોતે ચાર પેઢીનો હિસાબ આપતા નથી.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ માંગી માંગીને થાકી ગયા પરંતુ તેમને હક મળ્યો નહી. ભાજપે ખેડૂતોને દોઢ ગણું સમર્થન મૂલ્ય આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ બાબાને સમજણ નથી કે સર્જિકલ સ્ટ્રાઇકથી દેશને જોવાનો નજરીયો બદલી દીધો છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અમારા વિશે જૂઠ ફેલાવી રહ્યાં છે. ભાજપ ક્યારેય અનામત હઠાવશે નહી અને ના તો કોઇને હટાવવા દેશે. વિપક્ષે સંસદને ચાલવા ન દીધી, પરંતુ અમે સંસદમાં અને સંસદની બહાર ચર્ચા માટે તૈયાર છીએ. 

મુંબઇમાં આયોજિત આ રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં ભાજપના મોટા નેતાઓના ભાષણનો વિડીયો સંભળાવવામાં આવ્યો, તેમાં અટલ બિહારી વાજપાઇ, લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે સહિત ઘણા નેતાઓના ભાષણ સંભળાવવામાં આવ્યા. આ રેલીને ભાજપ તરફથી મિશન 2019નું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેલીમાં લગભગ 3 લાખ કાર્યકર્તાઓ સામે થયા. તેના માટે 28 ટ્રેન, 5000 બસો દ્વારા કાર્યકર્તા દેશના ઘણા ભાગમાંથી મુંબઇ પહોંચ્યા હતા.

(6:38 pm IST)