Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

13મીએ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ પશ્ચિમ બંગાળ પહોંચશે : ખેડૂતો અને સરકાર સાથે વાત કરશે.

કેન્દ્ર દ્વારા લાગૂ ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ

નવી દિલ્હી : દિલ્હીની અલગ-અલગ સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો 100થી પણ વધુ દિવસથી આંદોલન કરી રહ્યા છે. એવામાં કિસાન યુનિયને કેન્દ્ર સરકાર સામે બંગાળ ચૂંટણીનો રસ્તો અપનાવ્યો છે. કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત જોવા મળી રહી છે, આથી ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ બંગાળ જશે અને ત્યાંના ખેડૂતો અને સરકાર સાથે વાત કરશે.કિસાન યુનિયને આ માટે 13 માર્ચની તારીખ નક્કી કરી હતી.

નોંધનીય છે કે, 100થી પણ વધુ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને કેન્દ્ર દ્વારા લાગૂ ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સરકાર અને ખેડૂત યુનિયન વચ્ચે 13 તબક્કે બેઠકો યોજાઇ હતી, પરંતુ દરેક બેઠક અનિર્ણાયક સાબિત થઇ હતી. કારણ કે ખેડૂતો સરકાર સમક્ષ માત્ર એક જ માંગ કરી રહ્યા છે, કૃષિ કાયદા રદ કરવાની. જ્યારે સરકારે તેમા સુધારા કરવાની રજૂઆત કરી રહી છે, પરંતુ કૃષિ કાયદા રદ કરવાથી ઇનકાર કરી રહી છે.

હાલમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં બંગાળ વિધાનસભા ચૂંટણી પર દેશભરની નજરો ટકી છે, કારણ કે અહીં સત્તાધીશ ટીએમસી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ શરુ થયઅ ચૂક્યો હતો. બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં લાંબા સમયથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો બંગાળ જઇ સરકાર સાથે સાત કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે.

(6:59 pm IST)