Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પાકિસ્તાનમાં હિંદુ પરિવારનાં 5 સભ્યોની ક્રુર હત્યા : ધારદાર ચાકુ અને કુહાડીથી ગળા કાપ્યા

અબુધાબી કોલોનીમાં રહેતા રામચંદ મેઘવાલનાં પરિવારના પાંચ સભ્યોનો હત્યાથી હાહાકાર

પાકિસ્તાનમાં એક હિંદુ પરિવારનાં પાંચ લોકોની ક્રુરતાપુર્વક હત્યા કરી દેવામાં આવી, આ ઘટના રહીમ યાર શહેરથી 15 કિમી દુર ચક નંબર 135-પી, અબુધાબી કોલોનીમાં બની છે.

આ હત્યાકાંડ રામચંદ મેઘવાલનાં પરિવારમાં થયો, તે ટેલરિંગની દુકાન ચલાવી રહ્યા હતાં, પાંચ લોકોની હત્યા બાદ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ અને શિખ સમુદાયમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અબુધાબી કોલોનીમાં રહેતા આ પરિવારનાં તમામ લોકોનું ગળું ધારદાર હથિયારથી કાપી નાખ્યું હતું પોલીસને ઘટના સ્થળેથી ચાકુ અને કુલ્હાડી પણ મળી આવી છે, હુમલાખોરે તેનો જ ઉપયોગ હત્યા માટે કર્યો હતો.

રામચંદ મેઘવાલની ઉંમર 35-36 વર્ષની હતી, અને પરિવાર સાથે શાંતિપુર્વક જિંદગી જીવી રહ્યા હતાં, પરંતું આતંકીઓને તે પસંદ આવ્યું નહીં, હુમલાખોર કોણ હતાં, અને હત્યાની શા માટે કરી તે જાણી શકાયું નથી.

પાકિસ્તાનમાં હિંદુઓને અવારનવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ક્યારક તેમની દુકાનો પણ લુંટી લેવામાં આવે છે, તો ક્યારેક તેમના પરિવારની યુવતીઓ અને પુત્રવધૂઓનું અપહરણ કરી તેમનું ધર્માત્તરણ કરવામાં આવે છે, તો હિંદુ અને શિખોનાં ધાર્મિક સ્થળોનો પણ ધ્વંસ કરવામાં આવે છે.

(10:49 am IST)