Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

દિલ્હી હિંસા મામલે તાહિર હુસૈન વિરુદ્ધ ચોથી ફરિયાદ: લાયસન્સી પિસ્ટલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત

દિલ્હી પોલીસે તાહિરને ઘરમાં છુપાવવા મેનેજર સહિત 3 સાથીઓની ધરપકડ કરી

 

નવી દિલ્હી : દિલ્હીની હિંસામાં તાહિર હુસૈન પર ચોથી ફરિયાદ દાખલ કરાઈ છે ચાંદબાગની મીઠાઇ દુકાનદારે તાહિર પર FIR દાખલ કરાવી દિલ્હી પોલીસે તાહિરને ઘરમાં છુપાવવા મેનેજર સહિત 3 સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તાહિરની લાયસન્સી પિસ્ટલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે. પિસ્ટલને ફાયરિંગની તપાસ માટે ફોરેન્સીક લેબ ખાતે મોકલવામાં આવશે. 

 

   ધરપકડ કરવામાં આવેલા લિયાકત અને રિયાસત ચાંદબાંગ હિંસામાં જોડાયેલા હતા જ્યારે તારિક રિઝવીએ તાહિર હુસૈને ફરારી દરમિયાન જાકીર નગરમાં પોતાનાં ઘરમાં છુપાવ્યા હતા. દિલ્હી પોલીસે તાહિર હુસૈનનાં મોબાઇલ ફોન, લાયસન્સ પિસ્ટલ અને જીવતી કારતુસ પણ જપ્ત કરી લીધા છે. પિસ્ટલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે જેથી તેની માહિતી મળી શકે કે તોફાન દરમિયાન તેનાથી ફાયરિંગ થયું હતું કે નહી. આ તરફ દિલ્હી તોફાનો દરમિયાન ફાયરિંગ કરનારા તોફાની શાહરુખની પિસ્ટલ અને કારને પોલીસે જપ્ત કરી લીધી હતી. 
  
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પૂર્વી દિલ્હી તોફાનોની આગમાં સળગી છે.ચાંદબાગથી અગણીત સ્ટોરી લખવામાં આવી. દરરોજ ઉપદ્રવીઓ દંગાચરિત્રનાં નવા પુરાવા સામે આવી રહ્યા છે. તોફાનીઓએ દિલ્હીનાં ચાંદબાગમાં સૌથી વધારે તોફાન થયા હતા. અહીં દિલ્હી પોલીસ હેડકોન્સ્ટેબલ રતનલાલ શહીદ થયા હતા. અહીં પર જ આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યા થઇ હતી. અંકિતનાં પરિવારજનોએ આમ આદમી પાર્ટીનાં પાર્ષદ તાહિર હુસૈન પર અંકિતની હત્યાનો આરોપ લગાવ્યો છે.

(12:23 am IST)