Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

ભારતમાં કોરોનાની સાથે સાથે

કોરોના વાયરસ ટેસ્ટિંગ માટે બાવનથી વધુ લેબ

નવી દિલ્હી, તા. : ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પંજાબના અમૃતસરમાં બે અને જમ્મુ કાશ્મીરમાં એક દર્દી ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ કેસોની સંખ્યા ૩૪ ઉપર પહોંચી ગઈ છે. ભારત સરકાર કોરોના વાયરસને રોકવા વિવિધ પગલા લઇ રહી છે. કોરોનાને રોકવા પહેલની સાથે સાથે નીચે મુજબ છે.

*          ભારતમાં કોરોના વાયરસના ત્રણ બીજા પોઝિટિવ કેસ નોંધાત કુલ કેસોની સંખ્યા ૩૪ થઇ

*          પંજાબના અમૃતસરમાં બે અને જમ્મુ કાશ્મીરમાં એક પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર

*          હજુ અનેક કેસોના પરિણામને લઇને રહ જોવાઈ રહી છે

*          કોરોના વાયરસગ્રસ્ત દેશોની યાત્રાને ટાળવા માટે નાગરિકોને સરકાર દ્વારાનવેસરથી સૂચના અપાઈ

*          અસરગ્રસ્ત દેશોની બિનજરૂરી યાત્રા નહીં કરવાની સૂચના આપવામાં આવી

*          હજુ સુધી ભારતમાં નહીં પહોંચેલા જાપાન, કોરિયા, ઇરાન અને ઇટાલીના નાગરિકોના વિઝા તાત્કાલિકરીતે સસ્પેન્ડ કરાયા

*          કર્ણાટકમાં કોરોના વાયરસના અનુસંધાનમાં તમામ સામૂહિક કાર્યક્રમો ટાળવા  તમામ જિલ્લાઓને સૂચના અપાઈ

*          ઇન્ડિગો દ્વારા ૩૧મી માર્ચ સુધી તમામ બુકિંગ પર ચેન્જ ફીને માફ કરી

*          કોરોનાના અનુસંધાનમાં વધુ આદેશ આવે ત્યા સુધી અટારી-વાઘા સરહદ પર બીટીંગ સેરેમેની રદ કરવામાં આવી

*          કર્ણાટક સરકાર દ્વારા બાયોમેટ્રિક હાજરી હાલ પુરતી બંધ કરી દેવાનો આદેશ કર્યો

*          દિલ્હી વિમાની મથકે ૧૨ કોરોનાગ્રસ્ત દેશો માટે અલગ પટ્ટાની વ્યવસ્થા કરાઈ

*          કોરોના વાયરસ ટેસ્ટિંગ માટે ભારતમાં બાવન લેબ રૂ કરાઈ છે

*          કોરોના વાયરસ માટે સેમ્પલ એકત્રિત કરવામાં મદદરુપ થવા ૫૭ લેબ કાર્યરત કરાઈ

*          છઠ્ઠી માર્ચ સુધીના આંકડા દર્શાવે છે કે, ૩૪૦૪ વ્યક્તિગતોના ૪૦૫૮ સેમ્પલોની ચકાસણી થઇ ચુકી

*          ભારતમાં પણ કોરોનાને રોકવા માટે હાથ મિલાવવાના બદલેે નમસ્તે કરવાની પરંપરા પળવા કહેવામાં આવ્યું છે

(7:56 pm IST)