Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

અમેરીકામાં કોરોના સામે લડવા લશ્કર ઉતારાશે

મૃત્યુ આંક ૧૪ થયોઃ કેસોની સંખ્યા ૨૨૮ થઇ

અમેરીકામાં કુદકે ને ભૂસકે કોરોના પ્રસરતો જાય છે ત્યારે સંસદે ૬૧ હજાર કરોડ મંજુર કરેલ છે. દરમિયાન અમેરીકામાં કોરોનાને રોકવા લશ્કર ઉતારાય તેવી શકયતા ચર્ચાઇ રહી છે. કેલીફોર્નીયાને કાંઠે લાંગરેલ ક્રુઝમાં એક સાથે ૨૧ને કોરોનાનો ચેપ લાગતા હાહાકાર મચી ગયો છે.

ઠંડીમાં અમેરીકામાં કોરોના ફેલાવાનો વૈજ્ઞાનિકોને ભય છે. કૈરોલીનામાં આર્મીબેઝ ઉપર સેનાને તૈયાર રાખી છે.  આજે સવારે  ૧૦ સુધીમાં ૧૯ રાજયોમાં કોરોનાનો કહેર પ્રસરી ચૂકયો છે. અમેરીકામાં કુલ ૨૨૮ લોકોને કોરોના વાયરસ વળગ્યો છે અને મૃત્યુઆંક ૧૨થી વધીને ૧૪ થયો છે. અમેરીકા હવે યુધ્ધના ધોરણે કોરોનાને ભરી પીવા સાબદુ થયું છે.

(3:06 pm IST)