Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

અમેરિકામાં અર્વાઈન શ્રીનાથજી હવેલીના ઉપક્રમે સર્વોત્તમ યજ્ઞ મહોત્સવ ઉજવાયો : પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય ( ચંપારણ ) તેમજ તેઓશ્રીના લાલન પ.પૂ.ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી મહોદયની નિશ્રામાં કરાયેલી ભવ્ય ઉજવણી

કેલિફોર્નિયા :  અમેરીકા-કેલિફોર્નિયાના અર્વાઈન શ્રીનાથજી હવેલી ખાતે સર્વોત્તમ યજ્ઞ મહોત્સવ ધામધૂમ થી ઉજવાયો. દક્ષિણ કેલિફોર્નિયા ના પ્રસિધ્ધ ઑરેન્જ કાઉન્ટીના આર્થિક પાટનગર ગણાતા અર્વાઈન શહેરમાં આવેલ ' વૈષ્ણવ સમાજ ઑફ સઘર્ન કેલિફોર્નિયા ' (VSSC) સંચાલિત શ્રીનાથજી હવેલી અને સાંસ્ક્રુતિક કેન્દ્ર ખાતે  શનિ-રવિ તા. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય ( ચંપારણ ) તેમજ તેઓશ્રીના લાલન પ.પૂ.ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી મહોદયની દિવ્ય નિશ્રામાં સર્વોત્તમ યજ્ઞ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો.
     શનિવાર તા. ૨૨ ફેબ્રુઆરી ના રોજ બપોરના ૨-૩૦ કલાકે જયઘોષ તથા ઢોલ વાજીત્રો સહિત પ.પૂ.શ્રી ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી તથા તેઓશ્રીના લાલન પ.પૂ.શ્રી ગોસ્વામી અનુગ્રહકુમારજીનું હવેલી ખાતે સ્વાગત્ત કરવામાં આવ્યું...
      ત્યાર બાદ બપોરના ૩ થી ૪ મહાપ્રભુજી ની મૂર્તિસ્વરુપ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા... ત્યાર બાદ સૌ સભાગ્રુહમાં આવી વચનામૃતના રસપાન માટે જોડાયા હતા.
        ઉપરોક્ત બન્ને મહોદયશ્રીઓ એ સુંદર પ્રવચનો કરી વૈષ્ણવોને પ્રોત્સાહિત કર્યા હતા અને જત હવેલી ના નિર્માણમાં યોગદાન આપનાર શ્રી નરેનભાઈ પટેલ તથા શ્રીમતિ હંસાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.
      બરાબર સાંજના ૫ થી ૬-૩૦ સુધી સાંસ્ક્રુતિક હૉલમાં વૈષ્ણવી બહેનો દ્વારા નૄત્ય તથા ગરબાની રમઝટ ચાલી હતી. જેમાં જૂદા જૂદા
ગ્રુપની બહેનોએ પોતાની સમૂહ ગીતોની રજૂઆત કરી હતી.
     ત્યાર બાદ ૬-૩૦ થી ૭-૩૦ નિજ મંદિર ખંડમાં શ્રીનાથજી દર્શન સહિત હોલી રસિયા નાં સુંદર ભજનોની હવેલી મુખ્યાજી શ્રી પંકજભાઈ વ્યાસ તથા તેમના ધર્મપત્નિ શ્રીમતિ નેહાબેન વ્યાસ અને સુપુત્ર શ્રી પૂનિત વ્યાસે રમઝટ બોલાવી હતી... સૌ હાજર વૈષ્ણવોએ અનેરો આનંદ માણ્યો હતો.
       બીજા દિવસે રવિવારે તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે  ૧૦ -૦૦ કલાકે સર્વોત્તમ યજ્ઞ ની શરુઆત થઈ હતી.
        સર્વોત્તમ યજ્ઞના મુખ્ય મનોરથી શ્રીમતિ હંસાબેન તથા શ્રી નરેનભાઈ પટેલ,પારુલ તથા શરદ મહેતા અને શ્રીમતિ પ્રિયા સોની મુખ્ય હતા. અને સહ મનોરથી શ્રીમતિ પરિતા અને હિતેશ હાંસલિયા,શ્રીમતિ શ્રુતિ અને નિશિત પટેલ, શ્રીમતિ હર્ષા અને નિશિથ શાહ , શ્રીમતિ સ્વાતિ અને કૌસ્તુભ શુક્લ વગેરે મળી કુલ ૩૫ જેટલા સહ મનોરથી યુગલો યજ્ઞ માં જોડાયા હતાં
       શ્રી ગોસ્વામીજી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી ના આર્શિવચનો સહિત યજ્ઞનું કાર્ય સંપન થયુ હતું. જેમાં યજ્ઞ કરાવનાર મુખ્યાજી શ્રી રાજલ જોષી તથા શાસ્ત્રીજી શ્રી ભાવિન જોષી હતા. જેમણે શાસ્ત્રોક વિધિ મુજબ સર્વે ને યજ્ઞ કરાવ્યો હતો. ત્યાર બાદ બપોરના ૧-૦૦ વાગે રાજભોગ દર્શન તથા આરતી સંપન થયા બાદ સૌ વૈષ્ણવોએ જે.જે. ના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ મેળવ્યા હતા. અને ત્યાર બાદ ભોજનખંડમાં  લાડુ-દાળ ભાત ના મહાપ્રસાદ માં સૌ જોડાયા હતા.
       બે દિવસના આ મહા યજ્ઞમાં જેમનો સાથ સહકાર સાં પડયો હતો તેમાં યજ્ઞ બેથક વ્યવસ્થામાં શ્રી ગુણવંતભાઈ પટેલ તથા જયંતિભાઈ સવસાણી તથા પાર્કીગ વ્યવસ્થામાં શ્રી દુષ્યંતભાઈ પટેલ તથા વિનોદ સુખડીયા અને અશોક શાહ હતા.
     ઉપરાંત ભોજન વ્યવસ્થામાં શ્રીમતિ હર્ષા શાહ તથા શ્રીમતિ તારાબેન પટેલ અને શ્રીમતિ ચંદ્રીકાબેન મિસ્ત્રી મુખ્ય હતા.
     ઉપરાંત ઑડિયો-વિડીયો અને ફોટોગ્રાફી કમિટિ માં સર્વશ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,નિશિદ પટેલ,હર્ષદરાય શાહ અને ચિંતન પરીખ હતા.
         આ સમગ્ર કાર્યક્રમમાં હવેલી દાતા શ્રી નરેન પટેલ,શ્રીમતિ હંસાબેન પટેલ તથા હવેલી પ્રમુખ શ્રી હિતેશભાઈ હાંસલિયા અને મંત્રી શ્રી નિશિથ શાહ નું યોગદાન મુખ્ય હતું  તેવું  માહિતી શ્રી  ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(2:00 pm IST)