Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

કાશ્મીરમાં કોરોનાની બે શંકાસ્પદ દર્દીઓમાં અસર જોવા મળતા 31 માર્ચ સુધી સ્કૂલો બંધ

રાજ્યમાં બાયોમેટ્રિક મશીનો પણ બંધ કરાયા : બંને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા

નવી દિલ્હી : કોરોનાના ખતરાને જોતા જમ્મુ-કાશ્મીર અને સાંબાની તમામ પ્રાથમિક સ્કૂલો 31 માર્ચ સુધી તાત્કાલીક અસરથી બંધ કરાઈ છે. તથા જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર બાયોમેટ્રિક મશીનો 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. કારણકે તેનાથી ઈન્ફેક્શન વધવાનું જોખમ વધી જાય છે.

 એક મશીનને અડકેલા કોઈ એક વ્યક્તિમાં કોરોનાના વાઈરસના લક્ષણો હોય, તો બીજામાં આવવાની શક્યતા વધી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના બે શંકાસ્પદ કેસ પોઝિટિવ આવવાની શક્યતા છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ વિભાગે બંન્ને દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખ્યા છે.

 

કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. આ અગાઉ રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસને ભયને કારણે એક મોટા સરકારી હોસ્પીટલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં કામ કરતા તબીબો આગામી કેટલાક દિવસો માટે રજિસ્ટર પર સહી કર્યા પછી ફરજ પર જશે. દિલ્હી સરકારના મહર્ષિ વાલ્મિકી હોસ્પિટલ મેનેજમેન્ટે પણ લેખિત આદેશ બહાર કર્યો છે.

(1:51 pm IST)