Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

અમેરિકામાં ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ (GSFC ) ના ઉપક્રમે વેલેન્ટાઈન ડે ઉજવાયો : આગામી 14 માર્ચ શનિવારે હોલી પર્વ ઉજવાશે

લોસ એંજલસ : ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ (GSFC ) ના કારોબારી સભ્યોની એક મિટીંગ સાંજના સમયે લૉસ એન્જલસ ના પાયોનિયર બુલેવાર્ડ ઉપર આવેલ પ્રખ્યાત ' હુલિયોઝ ' પીઝા ખાતે મળી હતી. જેમાં ચંદ્રિકા તથા કાન્તિલાલ મિસ્ત્રી, લત્તાબેન તથા હર્ષદરાય શાહ, તારાબેન તથા ગુણવંતભાઈ પટેલ, ગીતાબેન તથા જગદીશભાઈ પટેલ ( વકીલ ) ,ગીતાબેન તથા દુષ્યંતભાઈ પટેલ, લીલાવતી તથા મહેંદ્રપુરી ગોસ્વામી, સકુંબેન તથા ભવાનજી પટેલ, ભારતીબેન તથા જીતેન્દ્ર પટેલ, અને પ્રિતીબેન ગાંધી મુખ્યત્વે હાજર રહ્યા હતા.
         GSFC ની આગામી કાર્યક્રમની રૂપરેખા અંગે વિચારણા કર્યા બાદ તા. ૧૪ માર્ચ ને શનિવારના સવારે ૧૧ -૦૦ થી ૨ -૩૦ સુધી TRI-CITY પાર્ક પ્લેસન્સીયા ખાતે ભવ્ય હોલી પર્વની ઉજવણી કરવાનું અને તે અંગે સૌને જાણ કરવા ગુણવંતભાઈ પટેલ ને સોંપવામાં આવ્યું
      હાજર સર્વે મિત્રોએ ભવ્ય રીતે વેલેન્ટાઈન  ડૅ ની પણ આ પીત્ઝા રેસ્ટોરંટ ખાતે ઊજવણી કરી હતી અને પિત્ઝા ની લહેજત માણી હતી. Julio's Pizza ની આછેરી રોશનીમાં સૌ એ અનેરી મોઝ માણી પીત્ઝા ને ન્યાય આપ્યો હતો. તેવું માહિતી શ્રી  ગુણવંતભાઈ પટેલ અને શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના તસ્વીર સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(12:29 pm IST)