Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

કોરોના ઇફેકટ : ફેસબુકને લંડન - સિંગાપોરની ઓફિસ કરવી પડી બંધ

સિંગાપોરનો એક કર્મચારી કોરોનાગ્રસ્ત : કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા સલાહ અપાઇ

લંડન તા. ૭ : ફેસબુકે જણાવ્યું કે તે લંડન કાર્યાલય અને સિંગાપોર કાર્યાલયના કેટલાક ભાગોને સફાઈ માટે બંધ કરી રહ્યું છે. આ પગલું સિંગાપોરમાં એક અધિકારીના કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઉઠાવ્યુ છે. કંપનીના પ્રવકતાએ જણાવ્યું કે સિંગાપોરમાં આવેલ મરીના વન ઓફિસમાં એક કર્મચારીને કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે.

ઇ-મેઇલ દ્વારા જાહેર નિવેદનમાં તેઓએ કહ્યું કે અમે ઊંડાણ પૂર્વક સફાઈ માટે તત્કાલ પ્રભાવિત ભાગને બંધ કરી દેવામાં આવ્યો છે. અને કર્મચારીઓને ૧૩ માર્ચ કામ કારવાઈ સલાહ આપી છે. પ્રવકતાના જણાવ્યા મુજબ, સંક્રમિત કર્મચારી ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે લંડન કાર્યાલય ગયા હતા. તેથી સોમવાર સુધી લંડન કાર્યાલયની ઊંડાણપૂર્વકની સફાઈ માટે બંધ રાખવામાં આવ્યા છે અને ત્યાં સુધી કર્મચારી ઘરેથી કામ કરવાણી સલાહ આપવામાં આવી છે.

ફેસબુક પહેલેથી જ તેનું શાંઘાઈ કાર્યાલયને બંધ કરી ચૂકયું છે. ઇટલી અને દક્ષિણ કોરિયાના કર્મચારીઓના ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં કાર્યાલયમાં કાર્યરત કર્મીઓને ગઈકાલથી ઘરેથી કામ કરવાની ભલામણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના ૯૦ દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક લાખે પહોંચી ગઈ છે. અને મૃતક આંકડો ૪૦૦૦ પાસે પહોંચી ગયો છે. ગુરૂવાર સુધીમાં કોરોના વાયરસના ૬૧૩ નવા કેસ સામે આવ્યા છે. અને ૩૯ લોકોના મોત થયાં હતા. હોંગકોંગ અને મકાઉને છોડીને ચીનમાં કોરોનાના ૮૦૫૫૨ કેસ સામે આવ્યા છે.

(11:30 am IST)