Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

ઈટાલીમાં કોરોનાનો ફુંફાડોઃ એક જ દિવસમાં ૪૯ લોકોના મોતઃ કુલ મૃત્યુઆંક ૧૯૭ થયો

વિશ્વના ૯૦ દેશોમાં કોરોનાનો આતંકઃ ૧ લાખ લોકો ઝપટે ચડયાઃ ૩૩૦૦થી વધુના મોત

નવી દિલ્હી, તા. ૭ :. દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. અત્યાર સુધીમાં ૯૦ દેશોમાં તે ફેલાય ચૂકયો છે. ઈટાલીમાં ગઈકાલે આ વાયરસને કારણે ૪૯ લોકોના મોત થયા છે. એક જ દિવસમાં કોરોનાથી મરનારાની સંખ્યા સૌથી વધુ છે. ઈટાલીમાં છેલ્લા બે સપ્તાહમાં આ વાયરસથી કુલ ૧૯૭ લોકોના મોત થયા છે.

કોરોનાએ અત્યાર સુધીમાં ચીનમાં સૌથી વધુ લોકોને મોત આપ્યુ છે. તે પછી બીજા ક્રમે ઈટાલી છે. ઈટાલીમાં કુલ ૪૬૩૬ કેસ નોંધાયા છે. ઈટાલીમાં લાજીયોમાં કોરોનાથી વધુ એકના મોતના સમાચાર મળ્યા છે. જે રોમ અને તેના બહારના વિસ્તારોમાં સામેલ છે. અત્રે નોંધનીય છે કે વિશ્વભરમાં ૧ લાખથી વધુ લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે. ૩૩૦૦ લોકોના મોત થયા છે.

(10:21 am IST)