Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

યશ બેંકની તબાહી પરિવારમાં લડાઈથી શરૂ થઈ : અહેવાલ

અશોક કપૂરના મોત બાદ ખેંચતાણ વધી હતી : અશોકની પત્ની મધુ પુત્રીને બોર્ડમાં સામેલ કરવા ઈચ્છુક હતી : યશ બેંકમાં કોર્પોરેટ ગ્રાહકો વધુ હોવાથી નુકસાન

મુંબઇ,તા. : યશ બેંક ડુબી જવાના આરે છે. યશ બેંકની તબાહીની રૂઆત થોડાક દિવસ પહેલા થઈ ગઈ હતી. જોકે, હવે યશ બેંકને બચાવી લેવાના પ્રયાસો પણ રૂ થઈ ગયા છે. ૧૬ વર્ષ પહેલા રૂ થયેલી યશ બેંક હવે મુશ્કેલીમાં છે. અશોક કપુરના મોત બાદ તેના પતનની રૂઆત થઈ હતી. દેશભરમાં એક હજારથી વધુ શાખાઓ અને ૧૮૦૦ એટીએમ રહેલા છે. મુંબઈમાં આતંકવાદી હુમલામાં અશોક કપુરના મોત બાદ હાલત ખરાબ થવા લાગી હતી. અશોક કપુરે તેમના મિત્ર રાણા કપુરની સાથે મળીને ૨૦૦૪માં યશ બેંકની રૂઆત કરી હતી. જોકે, અશોક કપુરના મોત બાદ અશોક કપુરની પત્ની મધુ કપુર અને રાણા કપૂર વચ્ચે બેંકની માલિકીના હકને લઈને લડાઈ રૂ થઈ હતી. લડાઈ ખુબ તીવ્ર બની હતી.

         પોતાના સંબંધિ અશોક કપુરની સાથે મળીને રાણા કપુરે બેંકની રૂઆત કરી હતી. મધુ પોતાની પુત્રી માટે બોર્ડમાં જગ્યા ઈચ્છતી હતી. સ્થાપના ચાર વર્ષ બાદ પરિવારમાં ખેચતાણના લીધે બેંકની હાલત ખરાબ થવા લાગી હતી અને આજે સ્થિતિ થઈ છે. યશ બેંકના મહિલા સ્પેશલ બ્રાંચ પણ છે. જેમાં મહિલાઓ માટે ખાસ પ્રોડ્ક્ટની ઓફર કરવામાં આવે છે. આમા પૂર્ણ રીતે મહિલા સ્ટાફ છે. દેશમાં ૩૦થી વધારે યશ એસએમઈ બ્રાંચ પણ છેબીજી બાજુ એસબીઆઇએ યથ બેંકને બચાવી લેવા માટેના પ્રયાસ રૂ કરી દીધા છે. અશોક કપુરના મોત બાદ તેની રૂઆત કઇ રીતે થઇ હતી તેની ચર્ચા આજે બજારમાં જોવા મળી હતી. મુંબઇ હુમલામાં અશોક કપુરના  મોત બાદ ચિંતાની રૂઆત થઇ હતી. અશોક કપુરે રાણા કપુરની સાથે મળીને વર્ષ ૨૦૦૪માં યથ બેંકની રૂઆત કરી હતી.

         ત્યારબાદ અશોક કપુરના પત્નિ મધુ કપુર અને રાણા કપુરની વચ્ચે બેંકની માલિકીના અધિકારને લઇને લડાઇ રૂ થઇ હતી. અશોક કપૂરના મોત બાદ મધુએ પોતાની પુત્રી શગુનને બેંકના બોર્ડમાં સામેલ કરવા માટે રજુઆત કરી હતી. મામલો મુંબઈની કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં રાણા કપૂરની જીત થઈ હતી. આમા જીત બાદ રણવીર ગીલને મોડેથી બેંકના એમડી બનાવ્યા હતા. કોર્પોરેટ ગ્રાહકોએ બેંકને ડુબાડી દેવામાં ભૂમિકા ભજવી છે. યશ બેંકના ગ્રાહકોની યાદીમાં રિટેલથી વધારે કોર્પોરેટ ગ્રાહકો છે.

(12:00 am IST)