Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

પ્રિયંકા ગાંધી એક્શન મોડમાં :કાલથી ઉત્તરપ્રદેશમાં ધામા : ત્રણ દિવસ સુધી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને મળશે

કોંગ્રેસનાં જુના વફાદાર સાથીઓ સાથે પણ મુલાકાત કરશે કોગ્રેસનો જનાધાર મજબૂત કરવા રણનીતિ ઘડશે

 

નવી દિલ્હી :કોંગ્રેસનાં મહાસચિવ અને પૂર્વીય ઉત્તર પ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધી શુક્રવારથી  ત્રણ દિવસ ઉત્તર પ્રદેશમાં ધામા નાખશે પ્રિયંકા ગાંધી ત્રણ દિવસ સુધી યુપીમાં રહેશે અને પાર્ટીનાં કાર્યકરો તેમજ નેતાઓ સાથે મુલાકાત કરશે. આગામી લોકસભા ચૂંટણી ને ધ્યાને રાખતા પ્રિયંકા ગાંધીની મુલાકાત ખુબ મહત્વપૂર્ણ છે

   પ્રિયંકા ગાંધી કોંગ્રેસનાં જુના વફાદાર સાથીઓ સાથે પણ મુલાકાત કરશે તેમજ તેમની સાથે મળીને કોગ્રેસનો જનાધાર મજબૂત કરવા અને આગામી લોકસભા ચૂંટણી માટે રણનિતી ઘડશે

  અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનાં અનેક નેતાઓ અગાઉ કહિ ચુક્યા છે કે, યુપી પર તેમનું ધ્યાન 2019 માટે નહિ પરંતુ ત્રણ વર્ષ પછી થનારા વિધાનસભા ચૂંટણી પર છે.

    અગાઉ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે યુપીમાં કોગ્રેસનો જનાધાર મજબૂત કરવા માટે પ્રિયંકા કામ કરશે. તેમજ કોંગ્રેસે ગુમાવેલા જનાધાર માટે મહેનત કરશે.

(12:40 am IST)