Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

સભાગૃહમાં ભાજપના સાંસદે પાર્ટીના જ ધારાસભ્યને ચપ્પલથી માર માર્યો : પ્રભારી મંત્રી પણ હાજર હતા.:ઉત્તર પ્રદેશની ઘટના

સાંસદ શરદ ત્રિપાઠીને કલેક્ટરના રૂમમાં બંધ કરી દીધા: ધારાસભ્ય સમર્થકોએ કહ્યું બદલો લેશું

નવી દિલ્હી ;ઉત્તર પ્રદેશમાં ભાજપના સંસદસભ્યે પોતાની જ પાર્ટીના ધારાસભ્યને ચપ્પલથી માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવથી સંસદસભ્ય અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે તણાવ ઉભો થયો છે

   ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જીલ્લામાં કમિટી બેઠકમાં યોગી સરકારના પ્રભારી મંત્રી આશુતો, ટંડનની સામે જ મેહદાવલ ધારાસભ્ય અને સ્થાનીક સાંસદ શરદ ત્રિપાઠી મારામારી પર ઉતરી આવ્યા હતા

   સાંસદ શરદ ત્રિપાઠીએ મેહદાવલના ધારાસભ્ય રાકોશ સિંહ બધેલની સભાગારમાં જ ચપ્પલથી ધોલાઈ કરી દીધી. જે સમયે આ ઘટના સર્જાઈ, તે સમયે પ્રભારી મંત્રી પણ હાજર હતા. આ મામલો કોતવાલી વિસ્તારના કલેક્ટ્રેટ સભાગારનો છે.

    સાંસદ શરદ ત્રિપાઠીએ શ્રેય લેવાના ચક્કરમાં પોતાની જ પાર્ટીના ધારાસભ્યને ચપ્પલથી માર માર્યો. શિલાપટ પર નામ ન હોવાથી નારાજ સાંસદે ધારાસભ્યને માર માર્યો હતો
   ધારાસભ્ય સમર્થકોએ કલેક્ટર ઓફિસને ઘેરી લીધી અને ધારાસભ્યના સમર્થકોનું કહેવું છે કે, તે બદલો લઈને જ રહેશે

  ધારાસભ્ય સમર્થકોએ સાંસદ શરદ ત્રિપાઠીને કલેક્ટરના રૂમમાં બંધ કરી દીધા છે. જોકે, મોટા પોલીસ અધિકારી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. હાલમાં બંને પક્ષમાં ભારે તણાવ ઉભો થઈ ગયો છે.

(12:00 am IST)