Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ગાયે ૨૪ કલાકમાં ૭૨ કિલોગ્રામ દૂધ આપી બનાવ્‍યો રેકોર્ડ

વિવિધ રાજયોની ૩૦ હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાયો વચ્‍ચે હતી સ્‍પર્ધા

ચંડીગઢ તા. ૭ : પંજાબમાં જાગરાઓમાં યોજાયેલા ઈન્‍ટરનેશનલ ડેરી એન્‍ડ એગ્રી એક્‍સ્‍પોમાં હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાયે રેકોર્ડ બનાવ્‍યો હતો. કુરૂક્ષેત્રમાં બે ખેડૂતોની હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાયે એક્‍સ્‍પોમાં યોજાયેલી સ્‍પર્ધામાં ૨૪ કલાકમાં ૭૨ કિલોગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્‍યો હતો. જયારે જર્સી ગાયે ૪૫.૫૦૫ કિલોગ્રામ દૂધ આપીને પ્રથમ ક્રમાંક મેળવ્‍યો હતો. ઈન્‍ટરનેશનલ ડેરી એન્‍ડ એગ્રી એક્‍સ્‍પોમાં ત્રણ દિવસ માટે આ સ્‍પર્ધા યોજાઈ હતી.

હરિયાણાના કુરુક્ષેત્રના ખેડૂત પોરસ મહાલા અને સમ્રાટસિંહે આ અંગે જણાવ્‍યુ હતુ કે, તેમની સાત વર્ષીય હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાયે Adult Cow Milking Competitionમાં ૭૨.૩૯૦ કિલોગ્રામ દૂધ આપ્‍યુ હતુ. આ ઈન્‍ડિયામાં થયેલી કોઈ પણ સ્‍પર્ધામાં સૌથી મોટો રેકોર્ડ છે. PDFA Competition 2018માં આ હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન (ણ્‍જ્‍) ગાયે ૭૦.૪૦૦ કિલોગ્રામ દૂધ આપ્‍યુ હતુ.જોકે આ વખતની કોમ્‍પિટિશનમાં હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાયે રેકોર્ડ પ્રસ્‍થાપિત કરી દીધો હતો.

ખેડૂતે પોતાની ગાય પર ગર્વ લેતા કહ્યુ હતુ કે, અમારી હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાયે આ કોમ્‍પિટિશનમાં રેકોર્ડ બનાવ્‍યો છે, તે અમારા માટે ગર્વની બાબત છે. આ સ્‍પર્ધામાં પ્રથમ વખત અમે ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં અલગ અલગ રાજયોની કુલ ૩૦ હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાય આવી હતી. આ સ્‍પર્ધામાં અમારી ગાયની જીત થઈ તે બદલ અમને પુરસ્‍કાર સ્‍વરૂપે ટ્રેક્‍ટર મળશે. અમે ડેરી અસોશિએશન તથા હરિયાણા સરકારનો આભાર માનીએ છીએ કારણ કે, હરિયાણામાં ડેરી કલ્‍ચરને પ્રમોટ કરવા માટે સરકારે તથા અસોશિએશનને ખૂબ મહેનત કરી છે.

સમ્રાટસિંહે જણાવ્‍યું હતુ કે, અમારી પાસે ૨૦૦ હોલ્‍સ્‍ટેઇન ફ્રીઝિયન ગાય અને જર્સી ગાય છે. અમે અમારી ગાયોનું જાતે જ ધ્‍યાન રાખીએ છીએ, અમારા ફાર્મ પર ૧૦થી ૧૫ લોકો બે શિફટમાં કામ કરે છે. અમે સવારે ૪ વાગ્‍યાથી ૭ વાગ્‍યા સુધી અમારી ગાયની કાળજી લઈએ છીએ.

જયારે જર્સી ગાયની કોમ્‍પિટિશમાં મોગાની એક ગાયે જીત મેળવી હતી. ઓનકાર અરવિંદ જે વેટરનિટી ડોક્‍ટર બનવા માંગે છે તેમણે જણાવ્‍યુ હતુ કે, તેમની જર્સી ગાયે એક દિવસમાં ૪૪.૫૦૫ કિલોગ્રામ દૂધ આપીને પ્રથમ ક્રમાંક મેળવ્‍યો હતો. જયારે ગત સ્‍પર્ધામાં તેમની ગાયે ૪૭.૫ કિલોગ્રામ દૂધ આપ્‍યુ હતુ.

(10:39 am IST)