Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વિકલ્પ છે ત્યાં સુધી ફાંસી પર લટકાવી શકાય જ નહીં : કોર્ટ

કેન્દ્રની અરજી પર પણ સુનાવણી ટળી ગઈ : ચાર અપરાધીને ફાંસી ક્યારે થશે તેને લઈને ચિત્ર અસ્પષ્ટ

નવીદિલ્હી, તા. ૭ : દેશને હચમચાવી મુકનાર નિર્ભયા મામલામાં ચારેય દોષિતોને ફાંસી ક્યારે થશે તેને લઈને આજે પણ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યુ ન હતું. દિલ્હી સ્થિત પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની નવી  તારીખ આપવાનો હાલમાં ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં સુધી કાનુના વિકલ્પ બાકી છે ત્યાં સુધી કોઈને પણ ફાંસી પર લટકાવવાની બાબત પાપ સમાન છે. કોર્ટે દોષિતેને આપવામાં આવેલા સાત દિવસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે તિહાર જેલ વહીવટી તંત્રની અરજી પર સુનાવણી કરી રહી છે. જેમાં દોષિતોની સામે મોત માટે નવેસરથી ડેથ વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી હતી. આના ઉપર જારી કરવામાં આવેલી નોટિસ પર દોષિતોને આજે કોર્ટ સમક્ષ પોતાનુ વલણ સ્પષ્ટ કરવાની જરૂર હતી.

           તિહાર જેલ તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ત્રણ દોષિતોની દયા અરજીને અશ્વિકાર કરી ચુક્યા છે. હાલના સમયમાં ચાર પૈકી કોઈની પણ અરજી, અપીલ અથવા અન્ય કોઈ રજુઆત કોર્ટમાં પેન્ટીંગ નથી. દોષિત પવન તરફથી સુધારા અરજી દાખલ કરવામાં આવી નથી. તેની પાસે દયાની અરજીનો વિકલ્પ રહેલો છે. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે દોષિતોને કાનુન જીવીત રહેવાની મંજુરી આપે છે ત્યારે તેને લટકાવવાની બાબત પાપ સમાન છે. હાઈકોર્ટે પાંચમી ફેબ્રુઆરીના દિવસે ન્યાયના હિતમાં આ આદેશના એક સપ્તાહની અંદર પોતાના કાનુની વિકલ્પોનો ઉપયોગ કરવાની મંજુરી આપી હતી.

નિચલી કોર્ટે ૩૧મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધી મુકેશ કુમાર, પવન ગુપ્તા, વિનય કુમાર અને અક્ષયને આગામી આદેશ સુધી ફાંસી પર સ્ટે મુકી દીધો હતો. આ ચારેય અપરાધી હાલમાં તિહાર જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી કરવામાં આવી હતી. નિર્ભયાના દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની માંગ કરતી કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી ટળી ગઈ હતી.

(8:20 pm IST)