Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

HDILની સંપત્તિ વેચવાના હુકમ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે મુકાયો : પીએમસીના દેવાને ચુકવી દેવા સંપત્તિ વેચવાનો આદેશ મુંબઈ વડી અદાલત દ્વારા થયો હતો જેના પર સ્ટે મુકાયો

નવી દિલ્હી, તા. ૭ : સુપ્રીમ કોર્ટે આજે બેંકરફ્ટ જાહેર થયેલા હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ (એચડીઆઈએલ)ના વેચાણના મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે મુકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે મુકતી વેળા કેટલાક સુચનો પણ કર્યા હતા. એસડીઆઈએલની સંપત્તિ વેચી દેવા મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમે સ્ટે મુકી દીધો છે. પીએમસી બેંકના દેવાનો ચુકાવવા હાઈકોર્ટે સંપત્તિ વેચવાનો આદેશ કર્યો હતો. કટોકટી ગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકના દેવાની ફેર ચુકવણી કરવા માટે એચડીઆઈએલમાં હિસ્સેદારી વેચવા માટે આદેશ કરવામાં આવ્યા બાદ આને લઈને હોબાળો મચી ગયો હતો. બેંકના થાપણદારો દ્વારા હાલમાં જ જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસ એસએ બોબડે અને બીઆર ગવાઈ અને સુર્યકાંતની બનેલી બેચે રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયાની નોંધ લીધી હતી.

          મુંબઈ હાઈકોર્ટના આદેશ સામે રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી. સરોસ દામાનીયા સહિત પાર્ટીઓની આરબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી હતી. પીએમસી બેંક ખાતાધારકોને દેવાની ચુકવણીની ખાતરી કરવા મુંબઈ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી. અગાઉ મુંબઈ હાઈકોર્ટે ત્રણ સભ્યોની કમિટિની રચના કરી હતી. એચડીઆઈએલની સંપત્તિ વેચવાને લઈને રજુઆત પણ કરવામાં આવી હતી. હાઈકોર્ટે પીઆઈએલ પર સુનાવણી કરતી વેળા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. એચડીઆઈએલની સંપત્તિના ઝડપી નિકાલ માટે આદેશ આપવાની માંગ કરીને અરજી કરવામાં આવી હતી. ગયા  વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પીએમસી બેંક કૌંભાડ સપાટી પર આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી કાઢ્યુ હતું કે, એચડીઆઈએલને આપવામાં આવેલી લોનના મામલામાં છેતરપીંડી કરવામાં આવી હતી. લોનના ૪૩૫૫ કરોડ રૂપિયા છુપાવવા માટે બોગસ ખાતાઓ ઉભા કરવામાં આવ્યા હતા. આ ખાતાધારકો બોગસ હોવાનો મામલો સપાટી પર આવ્યો હતો. આરબીઆઈ મુજબ પીએમસી બેંકના મોટી સંખ્યાના ખાતાઓનો પર્દાફાશ કરી દીધો છે. કોર બેકિંગ વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા હતા.

વાધવાનની સંપત્તિમાં તપાસનો દોર યથાવત

ત્રણ હજાર કરોડની સંપત્તિ ઓળખાઈ

નવીદિલ્હી, તા. ૭ : એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભારત અને વિદેશમાં દિવાન હાઉસિંગ ફાઈનાસ (ડીએચએફએલ)ના પ્રમોટર કપિલ વાધવાનની ત્રણ હજાર કરોડ રૂપિયાની સંપત્તિની ઓળખ કરી લીધી છે. ત્રણ હજાર કરોડ રૂપિયાની આશરે ૨૦ સંપત્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સંપત્તિમાં ઓસ્ટ્રેલિયાના મેલબોરમાં આવેલી ૧૨ હજાર સ્કેવર ફુટની પાર્સલ જમીનનો સમાવેશ થાય છે. આની કિંમત ૧ હજાર કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આવી જ રીતે થાઈલેન્ડમાં તેમની કોસામુઈમાં એક વિલા પણ છે. જેની કિંમત ૫૦ કરોડ રૂપિયા છે. બ્રિટન અને અમેરિકામાં ફ્લેટ અને ઓફિસો પણ છે. ભારતમાં પણ અનેક પ્રોપર્ટીઓ રહેલી છે. જેમાં ખારમાં ચાર ફ્લેટ સામેલ છે. જેની કિંમત ૧૨૫ કરોડ રૂપિયા છે.

(8:18 pm IST)