Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પર પીએસએ હેઠળ કેસ નોંધાયો : ચિદમ્બરમે ગણાવ્યું લોકશાહીનું નિમ્ન કૃત્ય

આરોપો વિના કોઈ પણ કાર્યવાહી લોકતંત્રની સૌથી નિમ્ન પગલું છે.

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પર પબ્લિક સેફટી એકટ( પીએસએ) અંતર્ગત કાયદો લગાવવા મુદ્દે ગુહ મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ પર લાગેલા પીએસએ થી હેરાન છું.

પી.ચીદમ્બરમે કહ્યું કે ઓમર અબ્દુલ્લા,મહેબુબા મુફ્તી અને અન્ય વિરુદ્ધ પબ્લિક સેફટી એકટની ક્રૂર કાર્યવાહીથી હેરાન છું. આરોપો વિના કોઈ પણ કાર્યવાહી લોકતંત્રની સૌથી નિમ્ન પગલું છે. જયારે અન્યાયપૂર્ણ કાયદા પસાર કરવામા આવે છે ત્યારે લોકો પાસે શાંતિપૂર્ણ વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.

તેમણે આગળ કહ્યું કે પીએમ મોદીનું કહેવું છે કે વિરોધ પ્રદર્શનથી અરાજકતા થશે અને સંસદ વિધાનસભા દ્વારા પસાર કાયદાનું પાલન થવું જોઈએ.તે ઈતિહાસ અને મહાત્મા ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્શન મંડેલાના પ્રેરક ઉદાહરણો ભૂલી ગયા છે.

 જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા પર પીએસએ કાયદા હેઠળ કેસ નોંધવામા આવ્યો છે. મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા પર જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ ફરી એક વાર પીએસએ લગાવી દીધો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ૫ ઓગસ્ટથી નજરબંધ છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીજે ટ્રાન્સપોર્ટ લાઈનને એક સરકારી ગેસ્ટ હાઉસમા નજરબંધ રાખવામા આવ્યા છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને તેમના ઘરમા નજરબંધ રાખવામા આવ્યા છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી ડો. ફારુક અબ્દુલ્લાને પણ પીએસએ અંતર્ગત તેમના ઘરમા જ નજરબંધ રાખવામા આવ્યા છે.

(1:28 pm IST)