Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

યુપીમાં કાર્પેટ ફેકટરીમાં ગેસ લીકેજ : શ્વાસ રૃંધાવાથી બે મહિલા-ત્રણ બાળકો સહીત ૭ના કરૂણ મોત

સીતાપુરના બિસવાં પોલિસ સ્ટેશન વિસ્તાર જલાલપુરઆમ દુર્ઘટના

ઉત્ત્।ર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક કાર્પેટ ફેકટરીમાં ગેસ લીકેજ થઈ ગયુ. શ્વાસ રુંધાવાના કારણે ફેકટરીમાં હાજર સાત લોકોના મોત થઈ ગયા. મૃતકોમાં ૨ યુવક, ૨ મહિલાઓ અને ૩ બાળકો શામેલ છે. ઘટનાની સૂચના મળતા પોલિસ-પ્રશાસન દોડતુ થઈ ગયુ. વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે. પોલિસના અધિકારીઓ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. એરિયા ઈનચાર્જ અજય રાવતે સાત મોતની પુષ્ટિ કરી છે.

ઘટના સીતાપુરના બિસવાં પોલિસ સ્ટેશન વિસ્તાર જલાલપુરની છે. માહિતી મુજબ કાર્પેટ ફેકટરીમાં રંગકામ માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ગેસ લીકેજ થયો અને શ્વાસ રુંધાવા કારણે સાત લોકોના મોત થઈ ગયા. ઘટનાની સૂચના મળતા પોલિસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

(11:25 am IST)