Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કોરોનાના કારણે કરન્સી સકર્યુલેશનમાં ઐતિહાસિક તેજી

કરન્સી સકર્યુલેશનમાં ૫,૦૧,૪૦૫ કરોડનો વધારો નોંધાયો

નવી દિલ્હી, તા. ૭ :. કોરોનાના કારણે દેશમાં કરન્સી સકર્યુલેશનમાં ઐતિહાસીક તેજી આવી છે. રીઝર્વ બેન્કના રીપોર્ટમાં જણાવાયુ છે કે ૧લી જાન્યુઆરી ૨૦૧૯ અને ૧લી જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે દેશમાં કરન્સી ઈન સકર્યુલેશનમાં ૫ લાખ ૧ હજાર ૪૦૫ કરોડનો વધારો થયો છે અને તે ૨૭ લાખ ૭૦ હજાર ૩૧૫ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયુ છે. ગયા વર્ષના મુકાબલે તેમાં ૨૨ ટકાનો વધારો નોંધાયો છે. નોટબંધી બાદ જો આંકડાને છોડી દેવામાં આવે તો આ સૌથી વધુ છે.

રીઝર્વ બેન્કના રીપોર્ટ અનુસાર જ્યારે જીડીપીમાં વેગ આવે છે ત્યારે કરન્સી સકર્યુલેશન વધે છે. કોરોનાના કારણે સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાય ગઈ છે. દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો તરફથી લીકવીડીટી વિધારવા અને ઈમરજન્સી માટે રોકડ હાથ પર રાખવાને કારણે જીડીપીમાં ઘટાડો છતા તેમા વધારો થયો છે. જીડીપીમાં ૭.૫ ટકાના ઘટાડાનું અનુમાન છે. તેવામાં કરન્સી સકર્યુલેશન ૧૫ ટકાને ક્રોસ કરી શકે છે.

૨૦૧૬-૧૭માં ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત થઈ હતી. તેના કારણે ૨૦૧૭માં કરન્સી સકર્યુલેશન ૨૦ ટકા ઘટયુ હતું. જ્યારે નવી નોટ જારી થઈ તો તેના પછીના વર્ષમાં તેમા ૩૭ ટકાનો વધારો નોંધાયો હતો.

(3:29 pm IST)