Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

બર્ડ ફલુના ભયે એમપીમાં પોલ્ટ્રી બીઝનેસ પર આંશિક પ્રતિબંધ

કેન્દ્રએ શરૂ કર્યા કંટ્રોલ રૂમ : બધા રાજ્યો એલર્ટ મોડમાં

નવી દિલ્હી તા. ૭ : દેશના વિભીન્ન રાજ્યોમાં બર્ડ ફલુના કેસો સતત સામે આવી રહ્યા છે. બધા રાજ્યો એલર્ટ મોડમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. મધ્ય પ્રદેશમાં સીમિત મુદ્દત માટે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો સાથેના પોલ્ટ્રી વેપાર પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલીયાને જણાવ્યું કે, પાંચ રાજ્યો, હિમાચલ પ્રદેશ, કેરળ, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશમાં બર્ડ ફલૂની પુષ્ટિ થઇ છે. હરિયાણામાં પોલ્ટ્રીમાં સંક્રમણ ફેલાયું છે. જ્યારે બાકી રાજ્યોમાં જંગલી અને પ્રવાસી પક્ષીઓમાં વાયરસ જોવા મળ્યો છે.

બાલીયાને કહ્યું કે, આ વાયરસ માનવોમાં ફેલાઇ શકે છે પણ હજુ સુધી એવો કોઇ કેસ સામે નથી આવ્યો. આ વાયરસનો કોઇ ઇલાજ નથી. બધા રાજ્યો આ બાબતે સતર્કતા રાખે.

(3:26 pm IST)