Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

શું ચંદ્ર તરફ વધતો ટ્રાફીક તેના કિંમતી બરફને દુષિત કરશે ?

રશિયા, ભારત, ચીન, જાપાન અને યુએસ સહિતના દેશોમાં ઓછામાં ઓછા ૮ અવકાશ યાન આગામી ૩ વર્ષમાં ચંદ્રની સપાટીનો સ્પર્શ કરશે : વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર ઓછામાં ઓછા એક સૂર્યપ્રકાશ સ્થાન પર પાણી પણ શોધી કાઢયુ છેઃ આ પાણી ચંદ્ર પર પાણીથી ભરપૂર ગ્રહો અથવા ધુમકેતુની અથડામણ થકી પહોંચ્યુ હતુ કે જળસમૃદ્ધ આંતરીક ભાગમાંથી જ્વાળામુખી ફાટી નિકળ્યા બાદ મળ્યુ હતું ?

નાસાનું વાઈપર રોવર એક મીટર લાંબી ડ્રીલથી સજ્જ બની ચંદ્રની સપાટી પરના બરફમાં ખાણ ખોદવા તૈયારી કરી રહ્યુ છે. ગયા મહિને ચંદ્ર પરથી નમૂના સાથે પરત ફર્યા બાદ ચાઈના ચંદ્ર ઉપરની નવી મુલાકાત માટે તૈયારી કરી રહ્યુ છે. આશરે ૮ જેટલા સ્પેસ ક્રાફટ આવતા ૩ વર્ષમાં ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે. જેમાં રશિયા, ભારત, ચાઈના, જાપાન, યુએસ સહિતના દેશોનો સમાવેશ છે.

સૌ પ્રથમ વખત આગામી મિશનોમાં ચંદ્રના કેટલાક રસપ્રદ છતા સંવેદનશીલ ક્ષેત્રો અને તેના ધ્રુવો પરના ક્ષેત્રોની શોધ કરવામાં આવશે. સંશોધનકારો પાણીનો અભ્યાસ કરવા માટે ઉત્સાહીત છે જે આ ક્ષેત્રોમાં ખાડામાં થીજી ગયેલુ છે. આ સંશોધનની સાથે સાથે તેમને એવી પણ ચિંતા છે કે ચંદ્ર તરફનો ટ્રાફીક વધવાથી તેઓ અભ્યાસ કરવા માગતા કિંમતી બરફને દુષિત કરી શકે છે. વિવિધ કારણોસર વૈજ્ઞાનિકો માટે બરફ મહત્વપૂર્ણ છે. કેટલાક અબજો વર્ષો પહેલા પૃથ્વી અને ચંદ્રમા કેવી રીતે અને કયારે પાણીનો સંગ્રહ થયેલો છે તેને ઉજાગર કરવા કેટલાક નૈસર્ગિક નમૂનાઓનુ વિશ્લેષણ કરવા માગે છે. અન્ય લોકો ચંદ્રના પાયા ઉપર રોકેટના બળતણ માટે બરફની ખાણ ખોદવા માગે છે. સંશોધકો માટે હવે જટીલ પ્રશ્ન ઉદ્ભવ્યો છે શું તેઓ તરત જ ખોદકામ કરી બરફની ખાણ કરી તેને બળતણમાં રૂપાંતરીત કરશે કે બરફમાં એન્કોડ કરેલા વૈજ્ઞાનિક રેકોર્ડને કાળજીપૂર્વક સાચવવા માટે ધીમે ધીમે આગળ વધશે ?

કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે હમણા આપણે તેની નજીક જઈ શકીશું નહિ કેમ કે આપણે આમ કરી તેનો વિનાશ કરીશું. ઈન્ડીયાના યુનિવર્સિટી ઓફ નોટ્રેડેમના કલાઈવ નીલ કહે છે કે 'અમને તેની જરૂર છે તેથી અમે ફકત તેના માટે જઈશું'. આ ખેંચતાણનો હલ ટુંકમાં જરૂરી છે. ખાસ કરીને નાસાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મિશનની શ્રેણી મોકલવાની યોજના બનાવી છે. ૧૯૭૨માં ચંદ્ર પર એસ્ટ્રોનોટસે પ્રથમ પગ મૂકયો ત્યાર બાદ ૨૦૨૨માં રોબોટીક લેન્ડર્સ સંશોધનને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવાની નેમ ધરાવે છે.

ગયા અઠવાડીયે યુએસ નેશનલ એકેડેમીસ ઓફ સાયન્સીસ, એન્જીનીયરીંગ એન્ડ મેડીસીન (એનએએસીએમ)ના એક અહેવાલમાં દલીલ કરવામાં આવી હતી કે અવકાશ એજન્સીઓને ચંદ્રના ધ્રુવો ઉપરથી કયા વિજ્ઞાન અંતર્ગત સંશોધન કરવું છે (?) તે મુદ્દે પ્રાધાન્ય આપવુ જોઈએ. અવકાશ સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય સમિતિ (કોસપાર) ચંદ્ર પર જતા અવકાશ યાન માટે નવુ માર્ગદર્શન આપશે કે નહિ તેનો નિર્ણય આગામી મહિનામાં લેવાય જશે. વોશિંગ્ટન ડીસી હેડ કવાર્ટર સ્થિત નાસાના સુરક્ષા અધિકારી (ગ્રહો) લીસા પ્રેટ કહે છે કે કોસપારના નિર્ણય પછી અમારે સંશોધન માટે જવાબદારીપૂ ર્વક કઈ રીતે આગળ વધવુ તેની રૂપરેખા તૈયાર કરવી પડશે.

કોઈ અવકાશ યાન કયારેય સીધુ ચંદ્રના ધ્રુવો અને ત્યાં છૂપાયેલા બરફની તપાસ કરી શકયુ નથી. સપાટીની સૌથી નજીક જવા માટે દક્ષિણ ધ્રુવ ઉપર ૨૦૧૯માં એક માત્ર મિશન ભારતના વિક્રમ લેન્ડરે ઉડાન ભરી હતી. જે ૬૦૦ કિ.મી. દૂર દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હતું. ચાઈના 'ચાંગે-૬' મિશન યોજના બનાવી રહ્યુ છે જે કદાચ ચંદ્રના દક્ષિણ ધ્રુવની મુલાકાત લેશે. આ અંતર્ગત બરફ અને ખડકોને કાપી ૨૦૨૩ની શરૂઆતમાં પૃથ્વી પર પાછા ફરે તે ચાંગે-૫નો અનુગામી હશે જેણે ખડકો એકઠા કર્યા. ગયા ડીસેમ્બરમાં જાપાન અને ભારત પણ ચંદ્ર દક્ષિણ ધ્રુવ માટે રોબોટીક મિશનની ચર્ચા કરી રહ્યા છે. વર્તમાન યોજના મુજબ નાસા ૨૦૨૨માં બે રોબોટીક લેન્ડરો દક્ષિણ ધ્રુવ ઉપર મોકલશે. ત્યારબાદ મોટા રોબોટીક રોવર જેને વાઈપર કહેવાશે તે ૧ મીટર લાંબી ડ્રીલ સાથે બરફની ખાણ ખોદવાની શરૂઆત કરશે. સંશોધનકર્તાઓનંુ એક લક્ષ્ય બરફ એકત્રીત કરવાનુ અને અભ્યાસ માટે પૃથ્વી પરની પ્રયોગ શાળાઓમાં પાછા આવવાનું હોય શકે.

૫ દાયકા પહેલા અવકાશ યાત્રીઓ ચંદ્રની સપાટી પર ચાલનારા પ્રથમ મનુષ્ય બન્યા ત્યારે ચંદ્રના બરફને સંશોધનકારો દુષિત કરશે તેવી સંભાવનાઓ જોવાતી ન હતી. તે સમયે સંશોધનકારોએ વિચાર્યુ કે ચંદ્ર અસ્થિ સુકા છે. માત્ર પાછલા દસકાઓમાં સમજાયુ કે ધ્રુવીય કેટર્સમાં સ્થિર-થીજેલા સહિત ઘણા સ્થળોએ પાણી છે. વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર ઓછામાં ઓછા એક સૂર્યપ્રકાશ સ્થાન પર પાણી પણ શોધી કાઢયુ છે. આ તમામ પાણી ચંદ્ર પર પાણીથી ભરપૂર ગ્રહો અથવા ધુમકેતુની અથડામણ થકી પહોંચ્યુ હતુ કે જળસમૃદ્ધ આંતરીક ભાગમાંથી જ્વાળામુખી ફાટી નિકળ્યા બાદ મળ્યુ હતું. તેના સ્ત્રોતને હજુ ધ્યાને લેવાયો નથી. ચંદ્ર પરનુ પાણી નિર્ણાયક વૈજ્ઞાનિક માહિતી  ધરાવે  છે.

(3:22 pm IST)